ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મારુતિ સ્વિફ્ટ નવા લૂકમાં થઈ લોન્ચ: જાણો કેટલી છે કિંમત અને કેવા છે ફિચર્સ

Text To Speech
  • રૂ. 6.49 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે કરી લોન્ચ

નવી દિલ્હી, 9 મે 2024, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ભારતીય બજારમાં તેની સૌથી વધુ વેચાતી હેચબેક કાર સ્વિફ્ટનું ચોથી પેઢીનું મોડલ લોન્ચ કર્યું છે. 2024 મારુતિ સુઝુકી સ્વિફ્ટ વધુ સારી લૂક-ડિઝાઈન અને ઘણી નવી સુવિધાઓ, સ્ટાન્ડર્ડ ફીચર તરીકે 6 એરબેગ્સ, નવું એન્જિન અને વધુ માઈલેજ સાથે ઘણા ફાયદા સાથે લોન્ચ થઈ છે.

નવી સ્વિફ્ટમાં કંપનીએ કયા મોટા ફેરફાર કર્યા તે જાણો ?

નવી સ્વિફ્ટમાં કંપનીએ એક્સટીરીયરથી લઈને ઈન્ટીરીયર અને એન્જીન મિકેનિઝમમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. મારુતિ સુઝુકીએ તેની પ્રીમિયમ હેચબેક સ્વિફ્ટના ચોથી પેઢીના મોડલમાં નવા એન્જિન, વધુ ઈંધણ કાર્યક્ષમતા અને ટેક ફીચર્સ સાથે સલામતી પર ઘણો ભાર આપ્યો છે. રૂ. 6.49 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. તમે જૂના મોડલની તુલનામાં ઘણા બધા ફેરફારો જોઈ શકાય છે. તેના ઈન્ટિરિયરને બ્લેક કલરમાં રાખવામાં આવ્યું છે. આ સિવાય બ્રાન્ડનો લોગો જે અગાઉ ગ્રીલની વચ્ચે જોવા મળ્યો હતો, તેને કારના આગળના બોનેટ પર મૂકવામાં આવ્યો છે. નવા હેડલેમ્પ્સ અને ફોગ-લેમ્પ્સ પણ કારના આગળના ભાગને એકદમ ફ્રેશ લૂક આપે છે.

જાણો શું છે કિંમત?

મારુતિ સુઝુકી સ્વિફ્ટને LXI, VXI, VXI ઓપ્શનલ, ZXI અને ZXI Plus જેવા ટ્રિમના કુલ 11 વેરિઅન્ટમાં ઑફર કરવામાં આવે છે અને કારની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6,49,000 થી રૂ. 9,64,500 સુધીની છે. નવી એપિક સ્વિફ્ટને નોવેલ ઓરેન્જ અને લસ્ટર બ્લુ જેવા બે નવા કલર સાથે રજૂ કરવામાં આવી છે. દર મહિને 17,436 રૂપિયાના સબસ્ક્રિપ્શન મોડલ પર નવી સ્વિફ્ટ પણ લઈ શકો છો. નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં નવું 1.2 લિટર જી-સિરીઝ પેટ્રોલ એન્જિન છે, જેનું મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પ સાથેના વેરિયન્ટ્સ માટે માઇલેજ 24.8 kmpl અને AMT ટ્રાન્સમિશનવાળા વેરિયન્ટ્સ માટે, માઇલેજ 25.75 kmpl સુધી છે. કંપનીનો દાવો છે કે નવી સ્વિફ્ટ પરફોર્મન્સના સંદર્ભમાં ઘણી સારી બની છે.

આ પણ વાંચો..માઈક્રોસોફ્ટે હૈદરાબાદમાં ખરીદી જમીન, જાણો કંપની શું કરવા જઈ રહી છે

Back to top button