માત્ર સલમાન ખાન જ નહીં, અન્ય બે કલાકારોના ઘરની પણ રેકી કરાઈ હતી, ધરપકડ કરાયેલા રફીકની કબૂલાત
મુંબઈ, 9 મે : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં એક નવી માહિતી સામે આવી છે. પકડાયેલા આરોપી રફીક ચૌધરીએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેણે માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ તેના સહિત અન્ય બે કલાકારોના ઘરની પણ રેકી કરી હતી.
રફીક ચૌધરીની પોલીસે બે દિવસ પહેલા રાજસ્થાનમાંથી ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે તેણે મુખ્ય આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલને અભિનેતાના ઘરે ફાયરિંગ કરવા માટે પૈસા આપ્યા હતા. પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવાનો હતો. આ કેસમાં પોલીસે તપાસ ચાલુ રાખી કુલ 5ની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલે સવારે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું. સીસીટીવી કેમેરાની મદદથી સાગર અને વિકીની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસની જવાબદારી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. પોલીસે બંને ભાઈઓને વોન્ટેડ આરોપી ગણાવ્યા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પહેલા સાગર અને વિકીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અનુજ થાપન અને સોનુની ધરપકડ કરવામાં આવી હતી. સાગર અને વિકી વિરુદ્ધ કોઈ ગુનાહિત રેકોર્ડ સામે આવ્યો નથી, પરંતુ અનુજ અને સોનુ વિરુદ્ધ પંજાબ અને હરિયાણામાં ઘણા કેસ નોંધાયેલા છે. બંનેનો ઈતિહાસમાં લોરેન્સ સાથેનો સંપર્ક સામે આવ્યા છે.
આ પણ વાંચો :ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ એક્શનમાંઃ સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર દરોડા