ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

પંજાબ AAPએ નવજોત સિંહ સિદ્ધુના કેમ કર્યા વખાણ જુઓ વીડિયોમાં

Text To Speech

પંજાબ, 9 મે:  લોકસભા ચૂંટણીને લીધે રાજકીય અનિશ્ચિતતાથી ભરેલી ગતિવિધિઓ વધી રહી છે. પંજાબમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અકાલી દળ જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન નેતાઓ વચ્ચે વાકયુદ્ધ પણ વધી રહ્યા છે,  આરોપો-પ્રતિઆરોપોનો મારો ચાલી રહ્યો છે ત્યારે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુ આ ચૂંટણીથી થોડુ અંતર રાખતા જણાય છે. જોકે,  તાજેતરમાં આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો શેર કર્યો છે. જેના કારણે પંજાબનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

આપ પંજાબે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં નવજોત સિંહ સિદ્ધુ એક શાયરી  સંભળાવતા જોવા મળે છે. સિદ્ધુ કહે છે કે – એકલો માણસ ઊભો છે, જ્યાં સુધી તે ઊભો છે, અંંગદના પગ છે, તે હલશેે નહીં . આ પછી તરત જ સીએમ ભગવંત માન પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

વાસ્તવમાં, આમ આદમી પાર્ટીએ પોતાના ઇલેક્શન કેમ્પેનના વીડિયોમાં શાયરી બોલતા નવજોત સિંહ સિદ્ધુને એડ કર્યા છે. આ વીડિયોમાં પંંજાબ આપે  લખ્યું છે કે, “બોલ તો સહી રહા હૈ.” આ સાથે કેપ્શન પણ આપ્યું છે  કે, “પંજાબનો દીકરો દબાણ ન કરે, લોકોનુુું સમ્માન ભગવંત માન.”

સિદ્ધુએ પંજાબમાંં પ્રચારથી જાળવ્યું અંંતર

પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ હોવાની વાતો ઘણીવાર બહાર આવતી રહી છે. નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણીના પ્રચાર કરતા જોવા મળતા નથી. આ અંંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાને બે દિવસ પહેલા જ સવાલ કરાતા તેમને જવાબમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં નવજોત સિંહ સિદ્ધુ ગુરજીત સિંહ ઔજલાના પક્ષમાં પ્રચાર કરવા અમૃતસર આવશે. જોકે છેલ્લા કેટલાક સમયથી સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીથી અલગ  લાઈન પર ચાલતા જોવા મળી રહ્યા છે. જેનું કારણ કદાચ એ છે કે કોંગ્રેસના હાઈકમાન્ડની આગળ સિદ્ધુનો પ્રભાવ ઓછો થઈ ગયો હોય તેમ લાગે છે. આથી આવનારા સમયમાં સિદ્ધુને લઈને પંજાબ રાજકારણના સમીકરણમાં કોઈ મોટા સમાચાર પણ જોવા મળી શકે છે.

આ પણ વાંંચો: CM ભગવંત માને કોંગ્રેસને કહી જૂની ફિયાટ કાર, રાહુલ ગાંધીની મુલાકાતથી પણ નારાજ

Back to top button