ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સાયલન્ટ હાર્ટ એટેક કેટલો ખતરનાક? આ લક્ષણોથી ઓળખો, કોને વધુ ખતરો?

Text To Speech
  • જ્યારે સાયલન્ટ હાર્ટ એટેક આવે છે તે પહેલા શરીરમાં કોઈ પ્રકારના લક્ષણો અનુભવાતા નથી. જો શરીર કોઈક સંકેતો આપે છે, તો તે પણ ખૂબ જ સામાન્ય છે, જેને કેટલાક લોકો નજરઅંદાજ કરી દે છે

સાયલન્ટ હાર્ટ એટેકને ઓળખવો મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે જ્યારે સાયલન્ટ હાર્ટ એટેક આવે છે તે પહેલા શરીરમાં કોઈ પ્રકારનાં લક્ષણો અનુભવાતા નથી. જો શરીર કોઈક સંકેતો આપે છે, તો તે પણ ખૂબ જ સામાન્ય છે, જેને કેટલાક લોકો નજરઅંદાજ કરી દે છે. સાયલન્ટ હાર્ટ એટેકની સ્થિતિમાં તમારા હૃદયને વધુ નુકસાન થાય છે. જ્યારે હૃદયને લોહી અને ઓક્સિજનનો સપ્લાય મળી શકતો નથી ત્યારે હાર્ટ એટેક આવે છે. સાયલન્ટ હાર્ટ એટેક ગમે ત્યારે આવી શકે છે. સાયલન્ટ હાર્ટ એટેકના કિસ્સાઓ સૂતી વખતે વધુ જોવા મળે છે.

મહિલાઓને હોય છે સૌથી વધુ જોખમ

એક અભ્યાસ મુજબ, લગભગ 50% થી 80% હાર્ટ એટેક સાયલન્ટ હોય છે. સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ ખાસ કરીને સ્ત્રીઓમાં વધુ હોય છે. ક્યારેક તણાવ, વધુ પડતી ફિઝિકલ એક્ટિવિટી અથવા ઠંડીને કારણે સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે છે.

સાયલન્ટ હાર્ટ એટેકના આ હોય છે લક્ષણો

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘણી વખત સાયલન્ટ હાર્ટ એટેક આવે ત્યારે કોઈ લક્ષણો દેખાતા નથી. હળવી અસ્વસ્થતા અનુભવાય છે અને ક્યારેક કોઈ બીમારીના કારણે પણ સાયલન્ટ હાર્ટ એટેક આવી શકે છે. આ ઉપરાંત નીચેના લક્ષણો અનુભવાય છે.

  • છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં માંસપેશીઓમાં દુખાવો
  • જડબા, હાથ અથવા પીઠના ઉપરના ભાગમાં દુખાવો
  • ખૂબ થાક લાગવો અને અપચા જેવું લાગવું

 

સાયલન્ટ હાર્ટ એટેક કેટલો ખતરનાક? આ લક્ષણોથી ઓળખો, કોને વધુ ખતરો? hum dekhenge news

નોર્મલ હાર્ટ એટેકનાં લક્ષણો

  • તીવ્ર છાતીમાં દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • શરીરના ઉપરના ભાગમાં બેચેની
  • ઠંડો પરસેવો આવવો
  • ખૂબ થાક લાગવો
  • ઉબકા જેવું લાગવું
  • સાયલન્ટ હાર્ટ એટેક કયા કારણે આવે છે?

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી પ્લાક બની જાય છે, જે કોરોનરી આર્ટરીમાં જમા થાય છે. જ્યારે પ્લાક પર લોહી ગંઠાઈ જાય છે, તો તે ઓક્સિજન અને લોહીને હૃદયના સ્નાયુઓ સુધી પહોંચતા અટકાવે છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે છે.

સાયલન્ટ હાર્ટ એટેકના કારણો

  • વધુ પડતું વજન
  • ફિઝિકલ એક્ટિવિટીની કમી
  • હાઈ બ્લડ પ્રેશર હોવું
  • હાઈ કોલેસ્ટ્રોલ હોવું
  • હાઈ બ્લડ સુગર હોવું
  • વધારે તમાકુનું સેવન

આ પણ વાંચોઃ  ગરમી આવતા જ કેમ વધી જાય છે ડાયાબિટીસ? આ રીતે કરો મેનેજ

Back to top button