ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવીડિયો સ્ટોરી

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અયોધ્યામાં રામલલ્લા સમક્ષ શીશ ઝુકાવ્યું, જુઓ વીડિયો

  • રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રામ મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા

અયોધ્યા, 9 મે: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન રામલલ્લા સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આરિફ મોહમ્મદ ખાને મંદિરને ‘શાંતિનું સ્થળ’ ગણાવ્યું હતું. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કેરળ રાજભવને કહ્યું કે, ‘રાજ્યપાલે રામ મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા.’ રાજભવન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ભગવાન રામલલ્લાની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવતા જોવા મળે છે અને પૃષ્ઠભૂમિમાં ‘જય શ્રી રામ’ના નારા સંભળાય છે.

 

આ મુલાકાત દરમિયાન આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે, તે અહીં આવતા જ રહે છે કારણ કે તેઓ પડોશી વિસ્તાર બહરાઈચથી આવે છે. હું અયોધ્યા આવતો રહું છું. જાન્યુઆરી મહિનામાં, હું પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બે વાર અહીં આવ્યો છું. અહીં આવીને મને ખૂબ જ સારું લાગે છે અને મને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. તે અમારા માટે માત્ર ખુશીની વાત નથી, પણ તે ખૂબ જ મોટી વાત પણ છે.  મને ગર્વ છે કે હું અયોધ્યા આવીશ અને શ્રી રામની પૂજા કરીશ.

વૈદિક શિક્ષણ પર ખાને શું કહ્યું?

અગાઉ 29 એપ્રિલે આરિફ મોહમ્મદ ખાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી (IIAS) ખાતે ‘કોસ્મિક હાર્મની માટે વૈદિક નોલેજ’ પર સેમિનારને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે વૈદિક શિક્ષણને પોતાના વર્તનમાં અપનાવવું એ વૈદિક શિક્ષણનો પ્રચાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, વિશ્વ આમાંથી બોધપાઠ લેશે.

આરિફ મોહમ્મદ ખાને વધુમાં કહ્યું કે, “અમારા તમામ બંધારણીય આદર્શો અમારી પરંપરાઓમાં સમાયેલા છે,  પરંતુ અમે માનીએ છીએ કે આ પશ્ચિમમાંથી આવ્યા છે કારણ કે અમે અમારી સંસ્કૃતિ અને વારસા વિશે બહુ ઓછું જાણીએ છીએ. અમારો સિદ્ધાંત “સહિષ્ણુતા” નથી પરંતુ સ્વીકૃતિ અને સન્માન છે”

રાજ્યપાલે કહ્યું કે, તમામ સંસ્કૃતિઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે, ઉતાર-ચઢાવ જુએ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “વસ્તુઓ હંમેશા આપણે જે જોઈએ છીએ તે રીતે હોતી નથી અને આપણે વાસ્તવિકતાને બંધ આંખોથી જોવી હોય છે. આપણી સંસ્કૃતિ નાના સત્યોમાંથી મોટા સત્ય તરફ આગળ વધવાની છે અને દરરોજ એક નવો માર્ગ તૈયાર કરવાની છે, અને જે દિવસે આપણે આપણી સંસ્કૃતિ અને વારસાને સંપૂર્ણ રીતે સમજીશું, બધી ગેરસમજણો દૂર થઈ જશે.” તેમણે કહ્યું કે, આપણાં મૂળ ખૂબ ઊંડા છે.

આ પણ જુઓ: PM મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, 2 Km લાંબો રોડ શો કર્યો

Back to top button