અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નહેરુ પોતે SC/STને અનામત આપવાના વિરોધી હતા: ભાજપે અખબારી અહેવાલના આધારે કર્યો દાવો

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો માટે નોકરીઓમાં અનામત એ તેમનામાં હીનતાની ભાવનાનું નિર્માણ કરે છે: નહેરુ 

નવી દિલ્હી, 9 મે: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) માટે અનામત અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી દરમિયાન જાહેર ઉગ્ર ભાષણો વચ્ચે BJPના IT સેલના વડા અમિત માલવિયાએ બુધવારે કોંગ્રેસ પક્ષની આરક્ષણ દ્વારા સશક્તિકરણની ઐતિહાસિક અસ્પષ્ટતાને પ્રકાશિત કરતો અખબારી અહેવાલ શેર કર્યો હતો. આ ઐતિહાસિક દસ્તાવેજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની SC/ST સભ્યો માટે નોકરીમાં અનામત અંગેની શંકાને કથિત રીતે દર્શાવે છે, જેનાથી આ સમુદાયોમાં હીનતા(હલકાપણું-inferiority complex)ની ભાવનાને ઉત્તેજન મળશે.

અખબારી અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના શોલાપુરમાં ઓલ-ઇન્ડિયા એક્સ-ક્રિમિનલ ટ્રાઇબ્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતી વખતે નહેરુએ કહ્યું હતું કે ‘તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો માટે નોકરીઓમાં અનામતની વિરુદ્ધ હતા કારણ કે તે તેમનામાં હીનતાનીભાવનાનું નિર્માણ કરે છે. ‘

BJPના IT સેલના વડા અમિત માલવિયાએ શેર કરી અખબારી અહેવાલ

માલવિયાએ X(ટ્વિટર) પરની તેમની પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોંગ્રેસે ઐતિહાસિક રીતે SC/ST અને OBC સમુદાયોના સશક્તિકરણનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ હંમેશા SC/ST અને OBCના સશક્તિકરણની વિરુદ્ધ રહી છે. પરંતુ વડાપ્રધાન મોદી અને ભાજપ એ સુનિશ્ચિત કરશે કે અનામતની બંધારણીય જોગવાઈઓ સાથે કોઈ ચેડા ન કરે.”

આરક્ષણ પર 50 ટકાની મર્યાદા વટાવીશું: રાહુલ ગાંધી 

સોમવારે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તેમની પાર્ટી લોકસભા ચૂંટણી 2024માં જીત મેળવે છે, તો તેઓ વર્તમાન 50 ટકા અનામત મર્યાદાને વટાવી દેવાનો ઇરાદો રાખે છે. રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, “આજે, આરક્ષણ પર 50 ટકાની મર્યાદા છે. અમે આ મર્યાદાને રદ્દ કરીશું, અમે ગરીબો માટે અનામતની મર્યાદા વધારીશું,”  લોકસભા ચૂંટણી 2024 માટેના તેના ઢંઢેરામાં કોંગ્રેસે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને અન્ય પછાત વર્ગો (OBCs) માટે અનામત પરની 50 ટકા મર્યાદાને હટાવવાના હેતુથી બંધારણીય સુધારો પસાર કરવાની નિશ્ચિત પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર છે,ત્યાં સુધી અનામત અકબંધ રહેશે: ભાજપ 

કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના જવાબમાં, ભાજપના નેતૃત્વએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર છે ત્યાં સુધી SC/ST અને OBC માટે અનામત અકબંધ રહેશે.’ વધુમાં, ભાજપનો ઢંઢેરોએ લોકસભા અને રાજ્ય વિધાનસભા બંનેમાં મહિલાઓ માટે આરક્ષણ પ્રદાન કરવા “નારી શક્તિ વંદન અધિનિયમ” ના કાયદા સહિત સશક્તિકરણ માટેના વિશિષ્ટ પગલાંઓની રૂપરેખા આપે છે. ભાજપે જિલ્લા-સ્તરની સમિતિઓમાં SC/ST અને OBC માટે પૂરતું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે, જેથી કલ્યાણ યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચે અને જરૂરિયાતમંદોને લાભ મળે તેની ખાતરી થાય.

આ પણ જુઓ: રાહુલ ગાંધીએ પીએમ મોદીના અંબાણી-અદાણીના નિવેદનનો આપ્યો વળતો જવાબ

Back to top button