કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં સ્ટંટનો સતત ત્રીજો વીડિયો વાઇરલ; પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ કરી, બે ફરાર

Text To Speech

રાજકોટઃ શહેરમાં યુવાનો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાની ઘેલછામાં ગુનો કરી બેસતા હોય છે. ત્યારે રાજકોટની સતત ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં 5 જેટલા યુવાનો બાઈક પર જતા હોય અને અચાનક એક બીજા પર ધોકા પાઇપ વડે હુમલો કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. જે અંગે વીડિયો વાઇરલ થતાની સાથે જ માલવિયા નગર પોલીસે સગીર સહિત આરોપોની ધરપકડ કરી વીડિયોમાં દેખાતા અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

રસ્તા વચ્ચે બાઇક ઊભું રાખી ધોકાવાળી ચાલુ કરે છે

રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર બાઇક ચલાવી જતા અને બાદમાં અચાનક સાઈડમાં વાહન ઉભું રાખી એકબીજા પર ધોકા વડે હુમલો કરતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાઇરલ થતા જ પોલીસે શખસોની ઓળખ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બેની ધરપકડ કરી

પોલીસે આ શખ્સોની ઓળખ મેળવી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા 5 શખ્સો ધોકા વડે એક બીજા ને માર મારી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યાની કબૂલાત આપી હતી જે પૈકી 2 આરોપી સાગર ડોડીયા અને અભિષેક હરણેશાની ધરપકડ કરી સાહિલ ગોહિલ, હિતેષ બોરીચા અને એક સગીર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા એક જ સપ્તાહ ની અંદર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો ગુનો આચરી કાયદો હાથમાં લીધાની ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ ઘટનામાં ન્યારીડેમ ખાતે પાણીમાં થાર ગાડી ઉતારી બાદમાં દરવાજા પર ઉભા રહી સ્ટંટ કરતા વિડીયો વાઇરલ થયો હતો જેમાં તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે કાલાવડ રોડ પર ખુલ્લી જીપના બોનેટ પર બેસી જોખમી સ્ટંટ કરી વીડિયો અપલોડ કરવાના ગુનામાં લોકગાયક શેખરદાન ગઢવીની માલવિયાનગર પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. ત્યાં વધુ એક વિડીયો વાઇરલ થતા પોલીસે 2 આરોપીની ધરપક કરી અન્ય 3ની શોધખોળ હાથ ધરી છે.

Back to top button