અમદાવાદ, 8મી મે 2024, ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી.આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. પરીક્ષાની ઉત્તરવહીઓની કામગીરી ચૂંટણી પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી અને હવે ચૂંટણી પૂર્ણ થતાં આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જાહેર કરવામાં આવશે.
પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય તેવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.
આ પણ વાંચોઃલો બોલો! યુનિવર્સિટી પરીક્ષાનું પેપર છાપવાનું જ ભૂલી ગઈ, વોટ્સએપ પર મંગાવ્યું પેપર