T-20 વર્લ્ડ કપનેશનલવિશેષસ્પોર્ટસ

લારાએ જણાવ્યું કે T20 વર્લ્ડ કપમાં સૂર્ય કુમાર યાદવે કયા નંબરે બેટિંગ કરવી જોઈએ

Text To Speech

8 મે, મુંબઈ: IPL 2024ની સમાપ્તિ થશે કે T20 વર્લ્ડ કપની શરૂઆત થશે. આવનારા આ વર્લ્ડ કપ માટે દરેક ટીમોએ પોતાની પસંદગીના 15 ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ટીમ ઇન્ડિયા પણ પોતાની મજબૂત ટીમ સાથે આ ટુર્નામેન્ટમાં ઉતરશે. પરંતુ T20ના સહુથી ખતરનાક બેટ્સમેન સૂર્ય કુમાર યાદવે કયા નંબર ઉપર બેટિંગ કરવી જોઈએ તે અંગે હજી કોઈ માહિતી મળી નથી.

પરંતુ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ અને મહાન ક્રિકેટર બ્રાયન લારાએ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને આ બાબતે સલાહ આપી છે. બ્રાયન લારા હાલમાં ભારતમાં IPL માટે કોમેન્ટ્રી કરવા આવ્યા છે.

IPL 2024નું ટેલીકાસ્ટ કરતી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બ્રાયન લારાએ જણાવ્યું હતું કે, ‘મારી એક સલાહ છે, મને ખબર નથી કે આ સલાહ તમને ગમશે કે નહીં, પરંતુ સ્કાય (સૂર્ય કુમાર યાદવનું ટૂંકું નામ) એ ત્રીજા નંબરે બેટિંગ કરવી જોઈએ. તેણે ફક્ત ત્રીજા નંબરે જ બેટિંગ કરવી જોઈએ. તે T20ના સહુથી મહાન ખેલાડીઓમાંથી એક છે. જો તમે તેના જેવા અન્ય મહાન ખેલાડીઓ જેવા કે સર વિવ રિચર્ડ્સની વાત કરો તો તેઓ કાયમ કહેતા મેં તેમને કાયમ મેદાનમાં ઉતરીને બેટિંગ કરવાની ઈચ્છા થઇ આવતી.’

લારા આગળ કહે છે કે, ‘અને મને લાગે છે કે સૂર્ય કુમાર યાદવે પણ એમ જ કરવું જોઈએ. તેને બને તેટલો જલદી બેટિંગ કરવા માટે મોકલી દેવો જોઈએ. તે ઓપનર નથી પણ તેને એવા નંબરે મોકલો જ્યાં તેને 10-15 ઓવર્સ રમવાની તક મળે. અને જો એમ થયું તો તમને ખબર છે કે તેનું પરિણામ શું આવશે. જો તમે તેને વહેલો બેટિંગમાં મોકલશો તો તે તમને વિજેતા બનાવીને જ પરત આવશે. બાકીનાં બેટ્સમેનો પોતાની રીતે અન્ય નંબરોએ બેટિંગ કરવા જઈ શકે છે પરંતુ એક વિચારીને તૈયાર કરેલું માળખું જરૂર હોવું જ જોઈએ.’

જો બ્રાયન લારાની વાત માની લેવામાં આવે તો વિરાટ કોહલી સાથે રોહિત શર્માએ ઓપનીંગ કરવું પડે અને તો જ સૂર્ય કુમાર યાદવ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવી શકે. અને જો આમ થયું તો યશસ્વી જયસ્વાલ માટે પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઇ જશે.

આ પ્રોબ્લેમ માટે લારા કહે છે કે, ‘ગમે તે રસ્તો શોધો પણ સ્કાયને ત્રીજા નંબરે જ રમાડો.’

Back to top button