ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ચીને આપણી એક ઈંચ જમીન પર કબજો નથી કર્યો: સરહદની મુલાકાત લેનાર બાઈકર્સે શું કહ્યું સાંભળો

  • ભારતીય સૈન્યે તેમનામાં વિશ્વાસ રાખવા દેશવાસીઓને કરી અપીલ

HD ન્યૂઝ ડેસ્ક, 8 મે: ભારતના અરુણાચલ પ્રદેશના તવાંગ શહેરથી લગભગ 37 કિલોમીટર દૂર અને ભારત-ચીનની બોર્ડર પર બુમલા પાસ(Bomdila Pass) નામની જગ્યા આવેલી છે. આ બુમલા પાસ એ સેનાનું બોર્ડર મીટિંગ પોઈન્ટ અને સૈન્ય કેમ્પ રહેલું છે. હાલમાં સરહદ પર આવેલા ભારતીય સેનાના આ મીટિંગ પોઈન્ટની બાઈકર્સે મુલાકાત લીધી હતી. જેમણે તેમની આ મુલાકાત દરમિયાન થયેલા અનુભવને વીડિયો દ્વારા લોકો સાથે શેર કર્યો છે અને સેનાના મહત્ત્વ વિશે જાણકારી આપી છે. ચીન દ્વારા ભારતની જમીન પર કબજો કરવા મામલે ભારતીય સૈન્યે તેમના પર વિશ્વાસ રાખવા દેશવાસીઓને અપીલ કરી હોવાનું બાઈકર્સે જણાવ્યું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

બાઈકર્સે શું કહ્યું? જાણો 

બાઈકર્સે કહ્યું કે, ‘બુમલા પાસમાં તેમની મુલાકાત દરમિયાન આર્મીના જવાનોએ સારી એવી એક સ્પીચ આપી જેમાં તેમણે એક મહત્ત્વપૂર્ણ વાત હાઇલાઇટ કરી કે, તમે લોકો જ્યારે આ જગ્યાની મુલાકાત લો છો. અમને ખૂબ જ મોટિવેશન મળે છે. અમે લોકો રાત્રિના સમયે -17 ડિગ્રીની ખૂબ જ ઠંડીમાં અમારી ડ્યૂટી કરી રહ્યા છીએ. તમે લોકો દેશમાં રહીને અખબાર વાંચો છો અથવા સમાચાર વાંચો છો અથવા ઇસ્ટાગ્રામ, યુટ્યુબમાં વીડિયો જોવો છો કે ચીને ભારતમાં લાખો-હજારો કિલોમીટરની જગ્યા પર કબજો કરી લીધો છે, ત્યારે આર્મી પર વિશ્વાસ રાખો અમે 2 ઇંચ જમીન પર પણ કબજો થવા દેતાં નથી.” બાઈકર્સે વધુમાં કહ્યું કે, આ મુદ્દાને રાજકિય ન બનાવો, આ દેશભક્તિનો મુદ્દો છે તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. આટલી કડક ઠંડીમાં ભારતીય સેના સરહદ પર તૈનાત છે તેમના પર વિશ્વાસ રાખવો જોઈએ.’ બાઈકર્સે કહ્યું કે, ‘તેણે જ્યારે મેજર શેખરને મે પૂછ્યું કે ચીનની આર્મી ભારતની અંદર આવતી નથી, તો મેજર આ વાત નકારી કાઢી અને મેજર કહ્યું કે, “આ વાત પૂછીને તમે મારુ અપમાન કરી રહ્યા છો”  આવી ફેક ન્યૂઝને આપણે ફેલાવવી ન જોઈએ અને આપણાં જવાનો અહી આટલી ઠંડીમાં તૈનાત રહેલા છે, તો આપણે આ વાતનું ગર્વ કરવું જોઈએ ન કે આવી ફેક ન્યૂઝ ફેલાવવી જોઈએ. આ બધા ન્યૂઝએ એક એજન્ડા હોય છે જેને ફેલાવતા અટકાવવા જોઈએ. આપણે ભારતીય સેના પર વિશ્વાસ રાખવો જોઈએ. સાચી વાત તો એ છે કે, તેઓ(સેના) અહી તૈનાત છે તેથી જ આપણે ઘરે સુરક્ષિત છીએ. જય જવાન જય કિશન જય હિન્દ.’

આ પણ જુઓ: પૂંછ આતંકવાદી હુમલો: સેનાએ 2 આતંકીઓના સ્કેચ જાહેર કરીને 20 લાખનું ઈનામ રાખ્યું

Back to top button