આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયા-યુક્રેનના યુદ્ધમાં ભારતીયોને ધકેલાનારા 4 આરોપી પકડાયા: ફસાયેલા લોકોને પાછા લાવવાના પ્રયાસ જારી

Text To Speech
  • 7 લોકોને બળજબરીથી યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલવામાં આવ્યા
  • એક વિઝા કંપનીએ અત્યાર સુધીમાં લગભગ 180 ભારતીયોને રશિયા મોકલ્યા

નવી દિલ્હી, 8 મે 2024, રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયોને છેતરપિંડીથી મોકલવાના કેસમાં CBIએ 4 લોકોની ધરપકડ કરી છે. આમાંથી ત્રણ લોકો ભારતના છે, જ્યારે એક રશિયાના રક્ષા મંત્રાલયમાં દુભાષિયા તરીકે કામ કરે છે. 24 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ માહિતી હવે પ્રકાશમાં આવી છે.

પંજાબના હોશિયારપુરના રહેતા 7 લોકોએ દાવો કર્યો હતો કે દરેકને બળજબરીથી યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલવામાં આવી રહ્યા છે. પકડાયેલા લોકોમાં અરુણ અને યેસુદાસ તિરુવનંતપુરમના રહેવાસી છે. જ્યારે નિજીલ જોબી બેન્સમ રશિયાના સંરક્ષણ મંત્રાલયમાંથી છે. તમામ લોકો એવા નેટવર્કનો હિસ્સો છે જેમાં ભારતીયોને સોશિયલ મીડિયા દ્વારા નોકરી અને સારા પગારની લાલચ આપીને ફસાવવામાં આવે છે. આ માટે સ્થાનિક એજન્ટોની પણ મદદ લેવામાં આવે છે.

ફસાયેલા લોકોને પાછા લાવવાના પ્રયાસ જારી
રશિયન અનુવાદક આ નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. તે રશિયન આર્મીમાં ભારતીયોની ભરતી કરતો હતો. એન્થોનીએ દુબઈમાં ફૈઝલ બાબા અને રશિયામાં તેના અન્ય સાથીદારો સાથે મળીને ભારતીયો માટે વિઝા અને પ્લેનની ટિકિટ મેળવવાનું કામ કર્યું હતું. અરુણ અને યેસુદાસ સ્થાનિક એજન્ટ હતા. તેઓ રશિયામાં નોકરી અને પગાર અંગે લોકોને છેતરતા હતા. તેઓએ માનવ તસ્કરી માટે કેટલીક ખાનગી વિઝા કન્સલ્ટન્સી ફર્મ અને એજન્ટો સામે કેસ નોંધ્યો છે. તેનું નેટવર્ક ઘણા દેશોમાં ફેલાયેલું છે. દિલ્હી સ્થિત એક વિઝા કંપની અત્યાર સુધીમાં લગભગ 180 ભારતીયોને રશિયા મોકલી ચૂકી છે. હાલ તેમને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો..મૃત્યુનો ઉત્સવ! અહીં લોકો પૈસા ચૂકવી શબપેટીમાં સૂઈ જાય છે, જુએ છે પોતાના અંતિમ સંસ્કાર

Back to top button