ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પોલિંગ બૂથમાં EVMની પૂજા, મહિલા આયોગના વડા અને અન્ય 7 વિરુદ્ધ કેસ દાખલ

Text To Speech

બારામતી (મહારાષ્ટ્ર), 08 મે 2024: બારામતી લોકસભા મતવિસ્તારના ખડકવાસલા વિભાગમાં મતદાન મથકની અંદર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન- EVMની કથિત રીતે ‘પૂજા’ કરવા બદલ મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકણકર અને અન્ય સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ચકણકર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે સંબંધ ધરાવે છે.

EVMની પૂજા કરતા પોલીસે કેસ નોંધ્યો

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચકણકર અને અન્ય લોકોએ મંગળવાર સવારે સિંહગઢ રોડ વિસ્તારમાં સ્થિત મતદાન મથકના અધિકારીના આદેશનો અનાદર કર્યો હતો, અંદર જઈને ઈવીએમની પૂજા કરી હતી. ચૂંટણી પંચના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 131 (પોલિંગ સ્ટેશન પર અથવા તેની નજીકના અવ્યવસ્થિત વર્તન માટે દંડ) અને 132 (મતદાન કેન્દ્રો પર ગેરવર્તણૂક માટે દંડ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ચકણકર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથે સંબંધિત છે, જ્યારે અન્ય સાતમાં NCP (શરદ પવાર જૂથ) અને શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-UBT) કેમ્પમાંથી એક-એકનો સમાવેશ થાય છે.

ત્રીજા તબક્કામાં 11 બેઠકો પર મતદાન થયું હતું

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં 11 બેઠકો પર મતદાન થયું હતું. રાત્રે 8 વાગ્યા સુધીના રેકોર્ડ મુજબ અહીં 55.54% મતદાન થયું છે, જે આ તબક્કામાં અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછું છે. તે જ સમયે, આ વખતે બારામતીમાં નણંદ અને ભાભી વચ્ચે ચૂંટણી જંગ છે. મતદાન પહેલાં NCPના વડા અજિત પવારે કહ્યું હતું કે હું મારા ઉમેદવાર (સુનેત્રા પવાર)ને શુભેચ્છા પાઠવું છું. દરેકને શુભકામનાઓ આપી શકતા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જાણો 2019ની તુલનામાં કેટલુ ઓછું મતદાન થયુ

Back to top button