દિલ્હી, 5 મે : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં રાજસ્થાન ટીમના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં દિલ્હીએ 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મેકગર્ક અને પોરેલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 8 વિકેટે 221 રન બનાવ્યા હતા. સૌથી પહેલા જેક ફ્રેઝર-મેકગર્કે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે 20 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી અભિષેક પોરેલે પોતાની તાકાત બતાવી અને 36 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતમાં ટ્રિસ્ટન સ્ટબ્સે 20 બોલમાં 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ રાજસ્થાન ટીમ તરફથી સ્પિન સ્ટાર રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.
હવે દિલ્હી માટે કરો યા મરોની લડાઈ
જો રાજસ્થાનની ટીમ આ મેચ જીતશે તો પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. તેણે અત્યાર સુધીમાં 10માંથી 8 મેચ જીતી છે અને તે 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ, ઋષભ પંતના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ છે, જેણે અત્યાર સુધી 11 માંથી 5 મેચ જીતી છે. જો તેને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેને તેની બાકીની તમામ 3 મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં દિલ્હી માટે કરો યા મરોનો મુકાબલો છે. દિલ્હી હાલમાં ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.
આ મેચમાં દિલ્હી-રાજસ્થાનની પ્લેઈંગ-11
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), રાયન પરાગ, ડોનોવન ફરેરા, રોવમેન પોવેલ, શુભમ દુબે, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને અવેશ ખાન.
ઈમ્પેક્ટ સબ: જોસ બટલર, કુલદીપ સેન, તનુષ કોટિયન, કુણાલ સિંઘ અને ટોમ કોહલર-કેડમોર.
દિલ્હી કેપિટલ્સ: જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ગુલબદિન નાયબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.
ઈમ્પેક્ટ સબ: રસિક દાર સલામ, પ્રવીણ દુબે, લલિત યાદવ, સુમિત કુમાર અને કુમાર કુશાગરા.