અમદાવાદગુજરાતચૂંટણી 2024

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર 56.70 ટકા મતદાન નોંધાયું

Text To Speech

અમદાવાદ, 7 મે 2024, ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની 5 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. જેમાં લોકસભાની 25 બેઠકો પર પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી ઓછું મતદાન અમરેલી, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર જેવી બેઠકો પર જોવા મળ્યું છે. જ્યારે વિધાનસભાની પાંચ બેઠકોની વાત કરીએ તો સૌથી વધુ મતદાન વડોદરાની વાઘોડિયા બેઠક પર 63.75 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન માણાવદર બેઠક પર 48.45 ટકા નોંધાયું છે.

વાઘોડિયામાં 63.75 ટકા મતદાન નોંધાયું
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠકો પરની વાત કરીએ તો, વિજાપુર બેઠક પર 59.47, પોરબંદરમાં 51.93, માણાવદરમાં 48.45, ખંભાતમાં 59.90 અને વાઘોડિયામાં 63.75 ટકા મતદાન નોંધાયું છે. છેલ્લા તબક્કાની થોડીકક્ષણોમાં લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે.

વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચોઃગેનીબેન ઠાકોરે મતદાન બૂથ પર નકલી CRPF બની ફરતા યુવકને પકડી કાર્યવાહીની માંગ કરી

Back to top button