ટ્રેન્ડિંગસ્પોર્ટસ

118 વર્ષના ઈતિહાસમાં જે ન થયું તે પુજારાએ ઈંગ્લિશ કાઉન્ટીમાં કરીને બતાવ્યું

Text To Speech

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા હાલમાં સારા ફોર્મમાં છે. સૌરાષ્ટ્રનો સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારા ઈંગ્લિશ કાઉન્ટી સસેક્સના કેપ્ટન તરીકે ઐતિહાસિક પ્રદર્શન કરીને પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. પૂજારાએ એક કાઉન્ટી સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારીને કમાલ કરી દીધો છે. પુજારા 118 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

પૂજારાએ પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારીને મિડિલસેક્સની સામે (Middlesex vs Sussex) કાઉન્ટી ક્રિકેટ મેચમાં બુધવારે ત્યાં પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. પૂજારાએ ગઈ કાલે પોતાની સદી પૂરી કરી હતી. તેણે સવારે 115 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને લંચ સુધીમાં તે 263 બોલમાં 143 રન બનાવીને રમી રહ્યો હતો. લોર્ડ્સમાં રમાઈ રહેલી આ મેચમાં સસેક્સે 8 વિકેટે 489 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ દરમિયાન પુજારાએ 19 ફોર અને 2 સિક્સ ફટકાર્યા હતા.

ટોમ હેન્સ ઈજાગ્રસ્ત થવાને કારણે પુજારાને સસેક્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય સભ્ય એવા પુજારાની આ સિઝનમાં સાત કાઉન્ટી મેચોમાં આ પાંચમી સદી છે. સસેક્સની 99 રનમાં બે વિકેટ પડ્યા બાદ પુજારાએ ટોમ અસલોપ (135) સાથે ત્રીજી વિકેટ માટે 219 રનની ભાગીદારી નોંધાવી હતી. મિડલસેક્સ તરફથી રમતા ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવે અત્યાર સુધી 23 ઓવરમાં 58 રન આપ્યા છે અને તેને કોઈ વિકેટ નથી મળી.

આ સાથે જ ચેતેશ્વર પૂજારાએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જેમાં આશરે 118 વર્ષ પછી સસેક્સ ક્રિકેટમાં કોઈ બેટ્સમેને એક જ સિઝનમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી છે. આ ઉપરાંત કાઉન્ટી ચેમ્પિયનશિપ 2022માં અત્યાર સુધીમાં તેને ત્રણ ડબલ સેન્યુરી અને બે સેન્યુરી ફટકારી છે. જે ઐતહાસિક રેકોર્ડ છે.

આ પણ વાંચો : CWGમાં ભારત-પાકિસ્તાનની મેચ, 12 લાખથી વધુ વેચાઈ ટિકિટ

Back to top button