જાણો જસપ્રીત બુમરાહને આરામ અપાશે? શું હૈદરાબાદ અને લખનૌની મેચ રમાશે?
7 મે, મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સ હવે લગભગ IPL પ્લેઓફ્સની રેસમાંથી બહાર નીકળી ગયું છે. આવા સમયમાં આવનારા T20 વર્લ્ડ કપમાં શું જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે? અથવાતો જે જે ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે અને વર્લ્ડ કપમાં પણ રમવાના છે તેમને મેનેજમેન્ટ આરામ આપવાના મૂડમાં છે કે કેમ આ બાબતે એક સ્પષ્ટતા સામે આવી છે.
મુંબઈ ઇન્ડિયન્સના બેટિંગ કોચ કાયરન પોલાર્ડને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘અમારી આવી કોઈજ યોજના નથી. હું આ બાબતે કશું કહી શકતો નથી પરંતુ જ્યાં સુધી મને ખ્યાલ છે, દરેક ખેલાડીઓ પૂરી IPL રમવા માટે આવે છે.’
સૂર્ય કુમાર યાદવની ગઈકાલની ઇનિંગ્સ વિશે પોલાર્ડે કહ્યું હતું કે તે સૂર્ય કુમાર યાદવની નેચરલ સ્ટાઈલ છે અને તેને તેમાં ચેન્જ કરવાની કોઈજ જરૂર નથી. તેનો ઈરાદો કાયમ બોલરોની પીટાઈ કરવાનો જો હોય છે અને તેણે આ બાબતે કોઈ જ નિયંત્રણ કરવાની જરૂર નથી.
હૈદરાબાદ અને લખનૌ મેચ વિશે મહત્વના અપડેટ્સ
હૈદરાબાદ અને લખનૌ વચ્ચે આવતીકાલે એટલેકે 8મી મેના દિવસે હૈદરાબાદમાં રમાવાની છે. પરંતુ આ મેચ પૂરી રમાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ઉભા થઇ ગયા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે સાંજે હૈદરાબાદમાં આંધી સાથે વરસાદ પડશે. મેચના દિવસે સવારે તો વાતાવરણ સ્વચ્છ રહેશે પરંતુ મેચ શરુ થવાના એક કલાક પહેલાં વરસાદ આવી શકે છે.
અત્યારે તો વરસાદ પડવાની શક્યતા 32% જેટલી છે પરંતુ મેચના દિવસે આ ટકાવારી વધી શકે છે. આમ જો આં આગાહી સાચી પડશે તો મેચ પૂરી ધોવાઈ જશે કે અમુક ઓવરો જ રમાશે તે તો મેચના દિવસે જ ખબર પડશે.
પરંતુ, જો મેચ ધોવાઇ જશે તો હૈદરાબાદ અને લખનૌ બંનેને 1-1 પોઈન્ટ્સ મળશે જે બંને ટીમો માટે નુકસાનકારક સાબિત થઇ શકે તેમ છે. કારણકે અત્યારે લખનૌ અને હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલ પર અનુક્રમે 4 અને 5માં નંબર પર છે.
ટુર્નામેન્ટ અત્યારે એ સ્ટેજ ઉપર છે જ્યાં ટોચની દરેક ટીમ મેચ જીતીને 2 પોઈન્ટ્સ જીતીને પ્લેઓફ્સ માટે પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માંગે છે. પરંતુ, જો આ બંને ટીમોને ફક્ત 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડશે તો અન્ય ટીમો જે પ્લેઓફ્સ માટે ક્વોલીફાય કરવા માટે થોડા અંતરથી જ દૂર છે તેમને વધુ ફાયદો થશે.