ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં કોરોનાનું વધતું સંકટ, 21 હજારને પાર પહોંચ્યો આંક, 45ના મોત

Text To Speech

ફરી એકવાર દેશ પર કોરોના સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે. દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ 18,294 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા થઈ ગયા છે. તો આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

કોરોનાએ ફરી ઉચક્યું માથું 

ભારતમાં કોરોનાનો આંક જોતા હવે કોરોનાએ રફતાર પકડી હોય તેવું લાગી રહ્યું છે. સ્થિતિ બેકાબૂ ના બની જાય તેના માટે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો આંકડો 21 હજારથી પણ વધુ પહોંચી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ તરફ હવે હાલ દેશમાં સક્રિય કેસનો આંકડો પણ 1,48,881 પહોંચ્યો છે. તો સામે  દૈનિક હકારાત્મકતા દર 4.25%એ પહોંચ્યો છે.

24 કલાકમાં 21,566 કેસથી હડકંપ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. જોકે કોરોનાની સારવાર દરમ્યાન 18,294 લોકો સાજા થઈ ગયા છે. આ તરફ આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે.

 

 

Back to top button