ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યુવતીએ મેટ્રો ટ્રેનમાં લગાવ્યાં ઠૂમકાં, વાયરલ વીડિયો પર ચર્ચા શરૂ

Text To Speech

સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી મેટ્રોની અંદર ડાન્સ કરતા જોવા મળી રહી છે. ખીચોખીચ ભરેલી મેટ્રોમાં યુવતીનો ડાન્સનો વીડિયો સામે આવ્યા પછી આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાંક લોકોનું કહેવું છે કે આ ટ્રેન્ડ યોગ્ય નથી, તો કેટલાંકના મત મુજબ સામાન્ય પેસેન્જર્સને આનાથી અસુવિધા થઈ શકે છે. યૂઝર્સ આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી મેટ્રોમાં ઠુમકાં મારી રહી છે. મેટ્રોની અંદર ડાન્સ કરતા ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવાનો આ વીડિયો હૈદરાબાદ મેટ્રોનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય એક વીડિયોમાં યુવતી મેટ્રો સ્ટેશન પર પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની આજુબાજુ પેસેન્જર્સ આવન-જાવન કરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાં જ ઘણી બધી કોમેન્ટ્સ આવવા લાગી. કેટલાંક યુઝર્સ વીડિયોને પસંદ કરી રહ્યાં છે, તો કેટલાંક તેની નિંદા કરી રહ્યાં છે.

એક યૂઝરે મેટ્રોમાં ડાન્સ કરવાના મુદ્દે સવાલ ઉઠાવતા લખ્યું- એક સાર્વજનિક પરિવહનમાં આવા વીડિયો બનાવવાની મંજૂરી કઈ રીતે આપી શકાય છે? બીજા યૂઝરે હૈદરાબાદ મેટ્રો રેલ લિમિટેડનું ટેગ કરતાં ટ્વીટ કર્યું- કેવી વિડંબણા છે,. શું તમે લોકો મેટ્રો ટ્રેનમાં આવી હરકતની મંજૂરી આપો છો?

કેટલાંક યૂઝર્સે કહ્યું કે મેટ્રો સ્ટેશનને પિકનિક સ્પોટ અને ડાન્સ ફ્લોરમાં બદલી દેવાયો છે? જ્યારે કેટલાંકનું કહેવું છે કે જો યુવતીના ડાન્સથી કોઈને નુકસાન નથી થઈ રહ્યું તો કોઈને વાંધો ન હોવો જોઈએ.

સોશિયલ મીડિયામાં લોકોની પ્રતિક્રિયા

કેટલાંક લોકોએ માગ કરી છે કે HMRL-Hyderabad Metro Rail Limited મેટ્રોની અંદર રીલ બનાવનારી આ યુવતી વિરૂદ્ધ એકશન લેવામાં આવે. જો કે આ પહેલી વખત નથી કે જ્યારે મેટ્રોની અંદર બનાવેલો આ પ્રકારનો વીડિયો સામે આવ્યો હોય.

Back to top button