ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં આજે આ શહેરોમાં હિટવેવની આગાહી કરાઇ

Text To Speech
  • અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
  • એક બાજુ કાળઝાળ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ
  • પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં આજે કેટલાક શહેરોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન શરૂ થયુ છે. ત્યારે મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન, 25 બેઠક પર 266 ઉમેદવાર મેદાનમાં

એક બાજુ કાળઝાળ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ

એક બાજુ કાળઝાળ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ છે. તેવામાં હવામાન વિભાગે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી માહોલ વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેશે તો ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ, સૌરાષ્ટ્ર અને સુરતમાં 39થી 40 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

Back to top button