વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન પોતાની હરકત યથાવત જ રાખી રહ્યું છે. ડ્રેગન પોતાની રણનીતિક સ્થિતિને મજબૂત કરવા માટે LAC પર નવો હાઈવે બનાવવાની યોજના બનાવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં બુધવારે આ અંગે જણાવવામાં આવ્યું છે.
હોંગકોંગથી પ્રકાશિત થનારા ‘સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટ’ના સમાચાર મુજબ તિબેટના લ્હુજ કાઉન્ટીથી શિજિયાંગ વિસ્તારમાં કાશગર સ્થિત માઝા સુધી જનારો આ હાઈવે નવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રસ્તાવિત 345 નિર્માણ યોજનાઓમાં સામેલ છે. આ કાર્યક્રમનો લક્ષ્ય 2035 સુધી કુલ 4,61,000 કિલોમીટર લાંબા હાઈવે અ મોટરવે બનાવવાનો છે. ચીન બુનિયાદી માળખામાં રોકાણ કરીને પોતાની ઈકોનોમીમાં પ્રાણ ફુંકવા માગે છે.
તિબેટ, નેપાળ અને ભારતમાંથી પસાર થશે હાઈવે
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લ્હુંજ કાઉન્ટી, અરુણાચલ પ્રદેશનો ભાગ છે, જેને ચીન દક્ષિણ તિબેટનો હિસ્સો હોવાનો દાવો કરે છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ગત સપ્તાહે બહાર પાડવામાં આવેલી યોજના અંતર્ગત G-695 નામથી જાણીતા આ હાઈવે કાઉન્ટીમાંથી પસાર થશે તેવી શક્યતા છે. આ LACથી ઠીક ઉત્તરમાં પડે છે. નેપાલ તેમજ ભારત વચ્ચે સ્થિત બુરાંગ કાઉન્ટી અને નગારી પ્રાંતની જાંદા કાઉન્ટીમાંથી પણ પસાર થશે. સમાચાર પત્રિકામાં એવું પણ લખવામાં આવ્યું છે કે નગારી પ્રાંતના કેટલાંક ભાગ પર ભારતનો કબજો છે.
હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી
હોંગકોંગ મીડિયામાં આવેલા આ સમાચાર બાદ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. ભારત પહેલાં પણ કહી ચુક્યું છે કે તેઓ પોતાની સરહદ પર તમામ પ્રવૃતિઓ પર નજર રાખી રહ્યું છે. LACની સાથે નવા હાઈવે પ્રોજેક્ટનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે ભારત અને ચીન બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા પૂર્વી લદ્દાખના વાંધાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ડોકલામમાં PLAએ વસાવ્યું ગામ
ચીને ભારતની સરહદ નજીકના ગામોને સંપૂર્ણરીતે વસાલી લીધા છે. નવી સેટેલાઈટ તસવીરમાં લગભગ દરેક ઘરની બહાર કાર ઊભી રાખવામાં આવી છે. આ ગામ તે જગ્યાએથી 9 કિલોમીટરના અંતરે છે, જ્યાં 2017માં ભારતીય અને ચીની સેના આમનેસામને થઈ હતી.
LAC પર PLAએ ગામ વસાવ્યું છે
આ પહેલાં ભારતીય સેનાએ જણાવ્યું કે તિબેટ રીઝનમાં LACની પાસે ચીન મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કરી રહ્યું છે. ચીન સરહદ નજીક રસ્તા, રેલા અને એર કનેક્ટિવીટી વધારી રહ્યું છે. તેનાથી PLA વધુ મજબૂત બનશે. અમે પણ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની ક્ષમતા અને મેકેનિઝ્મનો વિકાસ કરી રહ્યાં છીએ.
અત્યાર સુધીમાં વાતચીતના 16 રાઉન્ડ થઈ ગયા છે
બંને દેશોએ અત્યાર સુધીમાં લદ્દાખમાં સૈનિકોને હટાવવા માટે 16 રાઉન્ડની વાતચીત કરી છે. બંને દેશના ટોચના સૈન્ય કમાન્ડર વચ્ચે રવિવારે 16માં રાઉન્ડની વાતચીતમાં ખ્યાલ આવ્યો કે ભારતીય ડેલિગેશને દેપસાંગ બુલગે અને ડેમચોકમાં લાંબા સમયથી ચાલતા મુદ્દાના સમાધાનની માગ કરી છે. ભારત સતત તે વાત પર કાયમ છે કે LAC પર શાંતિ દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે.