માફિયા અતિક અહેમદના બંને પુત્રો સ્કુલે ગયા વગર ભણ્યા, ફર્સ્ટ ડિવિઝનમાં થયા પાસ, જાણો કેટલા ટકા આવ્યા
ઉત્તર પ્રદેશ, 6 મે: માફિયા અતિક અહેમદના બંને પુત્રો ફર્સ્ટ ડિવિઝનમાં પાસ થયા છે. માફિયાના પુત્રો અબાન અને અહજમ સેન્ટ જોસેફ કોલેજમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હતા. આજે ICSE 10મા અને 12માના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. અતિકનો ચોથો દીકરો અહજમ 12મા ધોરણનો વિદ્યાર્થી હતો, જ્યારે પાંચમો પુત્ર અબાન અહેમદે 10મા ધોરણની પરીક્ષા આપી હતી.
અહજમે 76.4% માર્ક્સ મેળવ્યા છે. જ્યારે અબાને હાઈસ્કૂલમાં 68.4% માર્ક્સ મેળવ્યા છે. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે બંને ફર્સ્ટ ડિવિઝનમાં પાસ થયા છે. બંનેના નામ પ્રખ્યાત ઉમેશ પાલ હત્યા કેસમાં સામે આવ્યા હતા.
બંને બાળકો ઓક્ટોબર 2023માં જુવેનાઈલ હોમમાંથી મુક્ત થયા હતા. અને તેમની કસ્ટડી ફઈ પરવીન કુરેશીને આપવામાં આવી હતી. ગત વખતે પિતા અતિક અહેમદ, કાકા અશરફ અને ભાઈ અસદના મૃત્યુને કારણે બંનેએ પરીક્ષા આપી ન હતી.
આ વખતે બંને સ્કૂલમાં ગયા અને પરીક્ષા આપી પણ ક્યારેય ક્લાસમાં હાજરી આપી નથી. સ્કૂલના ફાધરે જણાવ્યું કે બંને ક્લાસમાં આવતા ન હતા પરંતુ સમયાંતરે પ્રોજેક્ટ વગેરે સબમિટ કરતા રહેતા હતા. અતિકના બે પુત્રો પરીક્ષા આપવા માટે શાળાએ આવ્યા હતા.
આ પણ વાંચો : પ્રજ્વલ રેવન્નાનો સેક્સ વીડિયો ઘરે-ઘરે પહોંચ્યો, પીડિત મહિલાઓની વધી મુસીબત