ગરમીમાં પાણીની કમી દૂર કરશે આ પાંચ ફળો, રહી શકશો હેલ્ધી
- સમર સીઝનમાં ડાયેટમાં સીઝનલ ફળોને જરૂર સામેલ કરવા જોઈએ. આ કારણે ગરમીમાં પાણીની કમી ઝડપથી પૂરી કરી શકાય છે. પાણીથી ભરપૂર આ ફળ શરીરને ડિહાઈડ્રેટ થવા દેતા નથી
ગરમીના દિવસોમાં શરીર ઝડપથી ડિહાઈડ્રેટ થાય છે. આ કારણે આ દિવસોમાં પાણીથી ભરપૂર ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં જો પાણીની કમી થાય તો અનેક ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવા સંજોગોમાં સમર સીઝનમાં ડાયેટમાં સીઝનલ ફળોને જરૂર સામેલ કરવા જોઈએ. આ કારણે ગરમીમાં પાણીની કમી ઝડપથી પૂરી કરી શકાય છે. પાણીથી ભરપૂર આ ફળ શરીરને ડિહાઈડ્રેટ થવા દેતા નથી અને તેનાથી લૂ લાગવાનો ખતરો પણ ઓછો રહે છે. જાણીએ આ 5 ફળો વિશે જેના સેવનથી ધગધગતી ગરમીમાં પણ શરીરનું આરોગ્ય જળવાઈ રહે છે.
તરબૂચ
ગરમીમાં હાઈડ્રેટેડ રહેવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ છે. તેમાં વિટામીન એ, સી અને સાથે લાઈકોપીન પણ હોય છે, જે એક એન્ટીઓક્સિડન્ટ છે. તરબૂચમાં 90 ટકાથી વધુ પાણીની માત્રા છે, જે શરીરમાં પાણીની કમી નહીં થવા દે.
ટેટી
ટેટી પણ હાઇડ્રેશન માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. તરબૂચની જેમ તેમાં પણ 90 ટકાથી વધુ પાણી જોવા મળે છે. તેમાં વિટામિન A અને C તેમજ પોટેશિયમ પણ હોય છે, જે સ્નાયુઓની કામગીરી અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટનો સારો સ્ત્રોત છે. તે ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. આ ફળમાં 85 ટકાથી વધુ પાણી હોય છે અને તે ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સ્ટ્રોબેરી ખાવાથી પણ ડાયાબિટીસમાં સુધારો થાય છે.
નારંગી
નારંગી વિટામિન સી, ફાઈબર અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેને ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. નારંગીમાં પણ વધુ માત્રામાં પાણી હોય છે જે ડિહાઇડ્રેશનને અટકાવે છે.
નારિયેળ પાણી
95% પાણી ધરાવતું નાળિયેર પાણી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઈલેક્ટ્રોલાઇટ્સનો સારો સ્ત્રોત છે. તે ડિહાઇડ્રેશનને રોકવામાં અને સ્નાયુઓનું ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે
આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય નો ડાયેટ ડે: વધુ પડતું ડાયેટિંગ જોજો ક્યાંય પડી ન જાય મોંઘું