ટોપ ન્યૂઝનેશનલ

નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવશે, કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં પ્રદર્શન

Text To Speech

રાહુલ ગાંધી બાદ આજે પ્રવર્તન નિર્દેશાલય એટલે કે EDની ટીમ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. નેતાઓ પર ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારમાં છેતરપિંડી અને નાણાંની હેરફેરથી હડપવાનો આરોપ છે. સોનિયા ગાંધી સવારે 11.30 વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી નીકળશે અને લગભગ 11.45 વાગ્યે EDની ઓફિસે પહોંચી જશે. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષાની પૂછપરછ કરવામાં આવશે.

આરોગ્યને લઈને ED દ્વારા સોનિયા ગાંધીને વિશેષ છૂટ આપવામાં આવી છે. જરૂરી દવાઓ લેવા માટે સમયાંતર તેમને બ્રેક આપવામાં આવશે. સોનિયાને EDની ઓફિસ સુધી છોડવા માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી આવી શકે છે. હવે તે વાત જાણી લઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં અત્યાર સુધીમાં શું શું થયું?

અત્યાર સુધી શું થયું?

  • 1 નવેમ્બર, 2012નાં રોજ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરાવ્યો.
  • 26 જૂન, 2014નાં રોજ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત તમામ આરોપીઓ વિરૂદ્ધ સમન્સ જાહેર કર્યું.
  • 1 ઓગસ્ટ, 2014નાં રોજ EDએ કેસ દાખલ કર્યો.
  • 19 ડિસેમ્બર, 2015નાં રોજ દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં તમામ આરોપીઓને જામીન મળ્યા.
  • વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટના કોંગ્રેસી નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી રદ કરવાનો ઈનકાર.
  • સપ્ટેમ્બર 2018માં દિલ્હી હાઈકોર્ટે સોનિયા અને રાહુલની ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજીને ફગાવી.

રાહુલ ગાંધીની 50 કલાક સુધી થઈ હતી પૂછપરછ
નેશનલ હેરાલ્ડ કેસમાં જ ED દ્વારા રાહુલ ગાંધીની લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આજે સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી. સોનિયા ગાંધીને ED સમક્ષ 8 જૂને હાજર થવાનું હતું. પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેઓ હાજર થઈ શક્યા ન હતા. જ્યાં એકતરફ ED સોનિયા ગાંધીની પૂછપરછની તૈયારી કરી રહી છે, તો સોનિયાની સાથે એકજૂથતા દેખાડવા માટે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરશે.

Rahul Gandhi
નેશનલ હેરાલ્ડ કેસમાં જ ED દ્વારા રાહુલ ગાંધીની લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

કોંગ્રેસનું પ્રદર્શન ત્રણ મોરચે હશે
સંસદ ભવનની બહાર ગાંધી પ્રતિમાની પાસે કોંગ્રેસના સાંસદ પ્રદર્શન કરશે. નેતા અને કાર્યકર્તા કોંગ્રેસ મુખ્યાલયથી ED ઓફિસ તરફ માર્ચ કરશે. અલગ-અલગ રાયોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદર્શન કરશે.

કોંગ્રેસે ટ્વીટ કરી વિરોધ વ્યક્ત કર્યો
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી કહ્યું કે મોદી-શાહની જોડી દ્વારા અમારા ટોચના નેતાઓ વિરૂદ્ધ જે પ્રકારે રાજકીય બદલો લેવાનું ચાલી રહ્યું છે, તેના વિરૂદ્ધ કોંગ્રેસ પાર્ટી પોતાના નેતા સોનિયા ગાંધીની સાથે સામૂહિક એકજૂથતા વ્યક્ત કરતા દેશભરમાં પ્રદર્શન કરશે.

આ પહેલાં રાહુલ ગાંધીની પૂછપરછ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. જો કે દિલ્હી પોલીસે સંપૂર્ણપણે તૈયારી કરી લીધી છે. સોનિયા ગાંધીની પૂછપરછને ધ્યાનમાં રાખીને દિલ્હીની સુરક્ષા વધારી દેવાઈ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેરિકેડ્સ પણ ગોઠવવામાં આવ્યા છે.

Back to top button