શું ફારુક અબ્દુલ્લા પાકિસ્તાન તરફી છે? કેમ ભારતને પાકિસ્તાનના અણુબોંબની ધમકી આપી?
- પાકિસ્તાને બંગડીઓ પહેરીને રાખી નથી: POK સંબંધિત ભારતના સંરક્ષણ પ્રધાનના નિવેદન પર ફારૂક અબ્દુલ્લા પાકિસ્તાનની ભાષા બોલ્યા
શ્રીનગર, 6 મે: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ‘PoK ભારતમાં ભળી જશે’ની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ રવિવારે નિવેદન આપ્યું હતું. પોતે પાકિસ્તાન વતી બોલતા હોય એમ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, “પાકિસ્તાને બંગડીઓ પહેરીને રાખી નથી અને તેમની પાસે પણ અણુબોંબ છે જે આપણા પર છોડી શકે છે.” તેમણે વધુમાં કહ્યું, “જો રક્ષા મંત્રી આમ કહે છે તો તેમ કરો. અમે રોકવાવાળા કોણ છીએ?”
#WATCH | Srinagar, J&K: On Defence Minister Rajnath Singh’s statement that ‘PoK will be merged with India’, JKNC Chief Farooq Abdullah says, “If the defence minister is saying it then go ahead. Who are we to stop. But remember, they (Pakistan) are also not wearing bangles. It has… pic.twitter.com/hYcGnwVxP2
— ANI (@ANI) May 5, 2024
એવું તે રક્ષામંત્રી રાજનાથસિંહે શું કહ્યું હતું કે તેના પર ફારૂક અબ્દુલ્લા એ આવું કહી દીધું?
એક મુલાકાતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ભારતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના લોકો ખુદ જ ભારતનો ભાગ બનવાનું કહેશે.” પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, “ચિંતા કરશો નહીં. PoK ભારતનું હતું, છે અને રહેશે જ.” આ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજુ બિસ્તાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે, “ભારતની તાકાત વધી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે અને આપણી અર્થવ્યવસ્થા ઝડપથી દોડી રહી છે. હવે PoKમાં રહેતા આપણા ભાઈઓ અને બહેનો પોતે જ ભારતમાં જોડાવાની માંગ કરશે.” ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે કહ્યું હતું કેમ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ છે અને ભારતીય સંસદનો એક ઠરાવ છે જે જણાવે છે કે, PoK ભારત દેશનો જ એક ભાગ છે.”
સંસદના ઠરાવ મુજબ, PoK ભારતનો જ એક ભાગ છે: એસ. જયશંકર
એસ. જયશંકરે કહ્યું કે, “લોકો PoK વિશે ભૂલી ગયા હતા, જો કે, તે હવે ભારતના લોકોની ચેતનામાં ફરી આવી ગયું છે.” કટકમાં PoK માટે ભારતની યોજનાઓ વિશે પૂછવામાં આવતા જયશંકરે જવાબ આપ્યો હતો, “PoK ક્યારેય આ દેશની બહાર રહ્યું નથી. તે આ દેશનો જ ભાગ છે. ભારતીય સંસદનો ઠરાવ છે કે, PoK ખરેખર ભારતનો એક ભાગ છે. હવે, PoK પર અન્ય લોકોનું નિયંત્રણ કેવી રીતે થઈ ગયું?”
આ પણ જુઓ: રાહુલ ગાંધીના નિવેદન સામે દેશભરના કુલપતિઓએ ઉઠાવ્યો વાંધો, પત્ર લખીને કાર્યવાહીની કરી માંગ