પ્રેમ કરતાં પકડાયા તો ગ્રામજનોએ મોબાઈલની ફ્લેશના અજવાળે કરાવી દીધા લગ્ન
- એક બીજાના પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડા સંતાઈને-સંતાઈને મળતાં હતાં, ગામ લોકોએ ભેગા થઈને રાત્રે જ કરાવી દીધા લગ્ન
શંભુગંજ (બાંકા), 6 મે: બિહારના બાંકાના શંભુગંજમાં બે દિવસ પહેલા (4 મે) શનિવારે રાત્રે બિરનૌધા ગામમાં પ્રેમી યુગલે વિચિત્ર રીતે લગ્ન કર્યા હતા. બે મહિના પહેલા સન્ની કુમાર અને સંગીતા કુમારી એક લગ્ન સમારોહમાં મળ્યા હતા અને એક બીજાને ગમવા લાગ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરુ થઈ હતી. યુવાન સન્નીએ જણાવ્યું કે સંગીતા સાથે બીજી મુલાકાત બોર્ડર બાથ પોલીસ સ્ટેશનના પિપરા ચૈતી દુર્ગા મેળામાં થઈ હતી, ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે તેઓ તક જોઈને તેઓ સંતાઈ-સંતાઈ મળવા લાગ્યા હતા.
સંગીતા સન્નીના પ્રેમમાં પાગલ થઈ ગઈ
બંને વચ્ચે પ્રેમ થઈ ગયો પરંતુ સન્નીએ સંગીતાને તેના અગાઉના લગ્ન, પત્ની અને બાળકો વિશે કોઈ જ વાત કહી નહીં અને પોતાને અપરિણીત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સંગીતા સન્નીના પ્રેમમાં પાગલ થવા લાગી. બનાવના દિવસે બંનેએ કળથા ગામમાં ચાલતો યજ્ઞ અને મેળો જોવાનું આયોજન કર્યું હતું. મેળાનો આનંદ માણ્યા બાદ બંને કામડ્ડી ગામની મધ્યમાં બીરનૌધાના પીપળના ઝાડ પાસે એકાંતમાં મળ્યાં હતાં.
પ્રેમી પંખીડા એકાંતમાં મળ્યાની જાણ ગામને થઈ
મેળો જોયા પછી બંને પ્રેમી પંખીડા એકાંતમાં મળ્યાં હતાં, જેની જાણ ગામવાસીઓને થઈ ગઈ હતી. ત્યાર બાદ આ સમાચાર જંગલની આગની જેમ આખા ગામમાં ફેલાઈ ગયા અને ગામલોકોએ બંનેને ઘેરી લીધા અને બિરનૌધાને યુવતીના ઘરે લઈ આવ્યા. કલાકોની ચર્ચા બાદ સંગીતાની માતા અને અન્ય સંબંધીઓએ બંનેના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ણય પછી લગ્ન માટે સિંદૂર સહિતની જરૂરી સામગ્રી મધરાતે એકત્રિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: લગ્ન થયાં હોય કે નહીં, સહમતિથી થયેલા સેક્સને ખોટું ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ
સંગીતાની માતા પોતે આગળ આવી અને વિધિ કરી
છોકરીની માતા પોતે આગળ આવી અને ધાર્મિક વિધિઓ કરવા લાગી. ગામના કેટલાક જાણકાર લોકો મંત્રો પાઠ કરવા લાગ્યા. દરમિયાન અચાનક વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. ગ્રામજનોએ મોબાઈલની ફ્લેશ અને ટોર્ચ ચાલુ કરીને યુગલના લગ્ન કરાવ્યા.
સન્નીની પહેલી પત્નીને તેના બીજા લગ્નની થઈ પછી શું થયું?
ગામવાસીઓએ સન્ની અને સંગીતાના લગ્ન કરાવ્યા બાદ સવારે જ્યારે સન્નીની પહેલી પત્નીને સન્નીના બીજા લગ્નની જાણ થઈ ત્યારે તે પોતાની માસૂમ દીકરીને લઈને બિરનૌધા ગામ પહોંચી ગઈ હતી. આ જોઈને સંગીતા અને અન્ય ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
સન્ની ચતુરાઈથી ભાગી ગયો
આ દરમિયાન સન્ની ચાલાકીપૂર્વક આ ગામમાંથી ભાગી ગયો હતો. આ બાબતે પોલીસ સ્ટેશનના વડા બ્રજેશ કુમારે કહ્યું કે હજુ સુધી કોઈ પક્ષ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: નાનાભાઈને ડૉક્ટર બનાવવા મોટોભાઈ પહોંચ્યો NEETની પરીક્ષા આપવા, બંનેની ધરપકડ