ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ફ્લાઈંગ કારની સવારી સાથે પ્રથમ ઉડાન: ટોપ સ્પીડ 189 કિમી, જુઓ વીડિયો

  • ક્લીન વિઝન કંપનીની એરકારે પેસેન્જરો સાથે પ્રથમ ઉડાન ભરીને રચ્યો હતો ઈતિહાસ 

HD ન્યૂઝ ડેસ્ક, 6 મે: ફ્લાઈંગ કારમાં મુસાફરી કરવાનું સપનું હવે સપનું રહ્યું નથી. ક્લીન વિઝન(Klein Vision)ની એરકારે પેસેન્જરો સાથે પ્રથમ ઉડાન ભરીને ઈતિહાસ રચ્યો હતો. ફ્લાઈંગ કારના ક્ષેત્રમાં તેને મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, ફ્રેન્ચ સેલિબ્રિટી મ્યુઝિક કમ્પોઝર અને પરફોર્મર જીન મિશેલ જેરે ફ્લાઈંગ કારમાં પ્રથમ પેસેન્જર તરીકે ઉડાન ભરી હતી. આ સમગ્ર ઘટના સ્લોવાકિયામાં બની હતી જ્યાં સંગીતકારે ક્લીન વિઝનના ચેરમેન સ્ટેફન ક્લેઈન સાથે ફ્લાઈંગ કારમાં ઉડવાનો આનંદ માણ્યો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Stefan Klein (@kleinvision_official)


કંપનીએ મુસાફરો સાથે ઉડાન ભરીને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી

ક્લેઈન વિઝનની ફ્લાઈંગ કાર તેના પ્રથમ પેસેન્જર તરીકે પ્રખ્યાત સંગીતકાર સાથે પ્રથમ ઉડાન ભરી હતી. આ કારે 2,500 ફૂટની ઊંચાઈ સુધી ઊડી હતી. ક્લેઈન વિઝનની એર કારને ઉડાન ભરવાનું સર્ટિફિકેશન મળી ચૂક્યું છે, અને તે અત્યાર સુધીમાં 500થી વધુ ટેકઓફ અને લેન્ડિંગ કરી ચૂક્યું છે. 2019માં, ક્લેઇને સ્લોવાકિયાના નિત્રા એરપોર્ટ પર પ્રથમ વખત ઉડતી કારનો પ્રોટોટાઇપ બતાવ્યો. તે જ સમયે, થોડા દિવસો પછી તેને ચીનના શાંઘાઈમાં સામાન્ય લોકો માટે રજૂ કરવામાં આવ્યું. દુનિયાભરમાં ઘણી કંપનીઓ ફ્લાઈંગ કાર બનાવવામાં લાગેલી છે. તે જ સમયે, ક્લીન વિઝનને મુસાફરો સાથે ઉડાન ભરીને મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. કંપનીને ફ્લાઈંગ કારમાં મુસાફરી કરવાના ઘણા ઓર્ડર મળ્યા છે.

ફ્લાઈંગ કાર 2500 ફૂટ સુધી ઉડી હતી

જીન-મિશેલે બે અલગ-અલગ ફ્લાઈટમાં સ્લોવાકિયાના પીસ્ટેની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરી હતી. તેમણે ક્લેઈન વિઝનના ચેરમેન સ્ટીફન ક્લેઈન સાથે 2,500 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી હતી. કાર મોડ ઓન થતાની સાથે જ આ ફ્લાઈંગ કાર એક કારનું રૂપ ધારણ કરી લે છે અને તેની સાઈઝ ફ્લાઈંગ કાર વર્ઝન કરતા ઘણી નાની થઈ જાય છે.

ફ્લાઈંગ કારની વિશેષતાઓ શું છે?

આ ફ્લાઈંગ કારમાં રિટ્રેક્ટેબલ વિંગ(Retractable Wing), ફોલ્ડિંગ ટેલ સરફેસ(folding tail surface) અને પેરાશૂટ(Parachute) જેવી સુવિધાઓ છે. આ ફ્લાઈંગ કાર ટુ સીટર છે, એટલે કે તેમાં માત્ર બે જ લોકો બેસીને મુસાફરી કરી શકે છે. સ્લોવાકિયાની ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તેને ઉડાન ભરવાનું પ્રમાણપત્ર આપ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે અત્યાર સુધીમાં 500થી વધુ ટેકઓફ અને લેન્ડિંગ કર્યું છે.

189 કિમી/કલાકની ટોચની ઝડપ

ક્લેઈન વિઝનની ફ્લાઈંગ કાર 1.6 લિટર BMW એન્જિનથી ચાલે છે. તે જ સમયે, તેની ટોપ સ્પીડ 189 કિલોમીટર પ્રતિ કલાક છે. ક્લીન વિઝન એર કાર એકમાત્ર ઉડતી કાર નથી જેને ઉડવા માટે વિશેષ પ્રમાણપત્ર મળ્યું હોય. 2023માં, એલેફ એરોનોટિક્સ મોડલ એ ફ્લાઇંગ કારને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તરફથી આવું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

આ પણ જુઓ:ભારત જેવા દેશોમાં ઘણી તકો: અબજોપતિ રોકાણકાર વોરેન બફેટ

Back to top button