ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી, જાણો કયા છે હિટવેવની આગાહી
- અમદાવાદ 39.2 ડિગ્રી, ગાંધીનગર 38.6 ડિગ્રી તાપમાન
- કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે
- ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે
ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી પડશે. જેમાં કેટલાક શહેરોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ ગઈકાલે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.0 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. તથા ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદ 39.2 ડિગ્રી, ગાંધીનગર 38.6 ડિગ્રી તાપમાન
ગુજરાતના વિવિધ શહેરનું તાપમાન જાણીએ તો તેમાં અમદાવાદ 39.2 ડિગ્રી, ગાંધીનગર 38.6 ડિગ્રી તથા ડીસા 38.7 ડિગ્રી તેમજ વડોદરા 39.8 ડિગ્રી અને સુરત 40.0 ડિગ્રી તથા કંડલા 39.1 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી અને સુરેન્દ્રનગર 39.8 ડિગ્રી તથા કેશોદમાં 38.6 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીની આગાહી કરાઇ છે. જેમાં રાજ્યના અમુક ભાગોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમાં સુરત, પોરબંદર, ભાવનગર, દીવમાં હિટવેવની આગાહી કરાઇ છે. આવતીકાલે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પાર જવાની આગાહી છે.
કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે
ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. જો કે, કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીથી રાહત મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 7 થી 11 મે એ ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ સર્જાયું રહેશે પણ તેના પછી વાદળો હટી જશે અને ભારે ગરમી પડી શકે છે. ભલે અત્યારે હવામાં ભેજ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય પણ બે દિવસમાં આકરી ગરમી પડી શકે છે.