ઉમેદવારોની જીત માટે બે વકીલોએ સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ સાથે લગાવી બે લાખની શરત
- યુપીના બદાયુમાં બે વકિલોએ પોતાની પસંદગીના નેતાઓની જીતના સમર્થનમાં શરત લગાવી
- બંને વકીલોએ બે લાખની શરત માટે 10 રુપિયનું સ્ટેમ્પ પેપર લખાણ પણ કર્યું
- હાલમાં બંને વકીલોની આ શરત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
ઉત્તર પ્રદેશ, 5 મે: દેશમાં દરેક જગ્યાએ લોકસભાની ચૂંટણીની ચર્ચા થઈ રહી છે અને તમામ પક્ષોના સમર્થકો પોતપોતાના ઉમેદવારોની જીત માટે દાવા કરી રહ્યા છે. આવા કિસ્સામાં, બદાયુંમાં બે વકીલોની વચ્ચેની આ ચર્ચા એટલી હદે વધી ગઈ કે તેઓએ પોતપોતાના ઉમેદવારોની જીત કે હાર પર બે-બે લાખ રૂપિયાની દાવ લગાવી અને સ્ટેમ્પ પેપર પર કરાર પણ થઈ ગયો. હવે આ સ્થિતિ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક ગલીએ, ચૌરે ને ચૌટે, દુકાન અને ગલ્લા પર એમ ચારેકોર લોકો પાસે હાલ ચૂંટણી પર ચર્ચા કરવાનો હોય ફેવરિટ વિષય બની ગયો છે. વિવિધ પક્ષોના સમર્થકો દાવો કરે છે કે તેમના નેતાઓ ચૂંટણી જીતશે અને કેટલીકવાર લોકો તેના પર મૌખિક દાવ પણ લગાવે છે. પરંતુ બદાયુમાં નેતાઓની હારને લઈને બંને વકીલો વચ્ચે શરત મુકાઈ છે અને સમજૂતી પણ થઈ ગઈ છે.
વકીલોએ નેતાઓની હાર-જીત માટે બે લાખની શરત લગાવી
વાસ્તવમાં, ભાજપ અને સપાના ઉમેદવારોની હાર-જીતને લઈને બદાયુંમાં બે વકીલો વચ્ચે ચાલી રહેલી ચર્ચાએ ઝઘડાનું સ્વરુપ લઈ લીધું હતું. તેઓએ પોતપોતાના ઉમેદવારોની જીત અને હાર પર બે-બે લાખ રૂપિયાની દાવ પણ લગાવી દીધો. આ શરત અંગે બંને વકીલોએ 10 રુપિયા ના સ્ટેમ્પ પેપર પર લેખિત કરાર પણ કર્યો છે જેમાં અન્ય બે વકીલોને પણ સાક્ષી બનાવવામાં આવ્યા છે. હવે પોત પોતાના નેતાઓની જીત માટે શરત લગાવીને બે વકીલો 4 જૂનની રાહ જોઈ રહ્યા છે.
10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કર્યું લખાણ
બદાયુંના ઉઝાની શહેરના ગૌતમપુરી મહોલ્લાના રહેવાસી દિવાકર વર્મા ઉર્ફે તિલ્લન વર્મા સ્થાનિક કોર્ટમાં વકીલાત કરે છે અને ભાજપના સમર્થક છે. જ્યારે , બરામાલદેવ ગામના રહેવાસી સત્યેન્દ્ર પાલ પણ વકીલ છે જે સમાજવાદી પાર્ટીના સમર્થક છે. ચૂંટણી અંગે સામાન્ય ચર્ચા દરમિયાન આ બંને વકીલો વચ્ચે બોલાચાલી થઈ હતી. બંનેએ પોત-પોતાના પસંદગીના ઉમેદવારો વિશે મોટી-મોટી વાતો કરવા લાગ્યા અને તેમની જીત માટે બે લાખ રૂપિયાની દાવ પણ લગાવી દીધી જેનો 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કર્યું હતું.
જે હારશે તે 2 લાખ રુપિયા ચૂકવશે
આ કોન્ટ્રાક્ટમાં લખવામાં આવ્યું છે કે જીતેલા ઉમેદવારના સમર્થકને હારેલા ઉમેદવારના સમર્થક દ્વારા 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે બંને વકીલો સંમત થયા ત્યારે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને બંને પક્ષના એક-એક વકીલને પણ સાક્ષી બનાવવામાં આવ્યા છે.
આ શરતને લઈને વકીલ દિવાકર વર્માએ દાવો કર્યો છે કે ભાજપના દુર્વિજય સિંહ શાક્ય જીતશે, જ્યારે સત્યેન્દ્ર પાલ માને છે કે તેમના ઉમેદવાર એવ સપાના નેતા આદિત્ય યાદવ જીતશે. હાલમાં બે વકીલો દ્વારા લગાવવામાં આવેલી આ શરત હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: સર, મૈં ગુટકા ચબા રહા હૂંઃ કોર્ટમાં સુનાવણી દરમિયાન જોવા મળ્યું વરવું દૃશ્ય