આજે વિશ્વ હાસ્ય દિવસ: લાફિંગ બુદ્ધ સાથે આ દિવસને શું છે કનેક્શન, જાણો
HD ન્યુઝ ડેસ્ક, 5 મે: હસવું અને ખુશ રહેવું એ જ જીવનનો ખરો આનંદ છે. આથી વિશ્વ હાસ્ય દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે, વિશ્વ હાસ્ય દિવસ આજે 5 મે, 2024 ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. હાસ્યના મહત્વને દર્શાવવા માટે હ્યુમર ડે પણ ઉજવવામાં આવે છે. લોકો આ દિવસને ખુશીથી ઉજવે છે, એકબીજાની મજાક ઉડાવે છે, મિત્રો સાથે સમય વિતાવે છે અને જીવનનો સંપૂર્ણ આનંદ માણે છે. હાસ્ય આપણને વધુ સકારાત્મક બનાવે છે. માટે હાસ્યને તમારા જીવનનો એક ભાગ બનાવો. આજના વિશ્વ હાસ્ય દિવસ નિમિત્તે જાણો લાફિગ બુદ્ધ વિશે જેની નાની એવી પ્રતિમા જોઈને પણ હસવું આવી જાય છે.
લાફિંગ બુદ્ધની પ્રતિમાને પણ હાસ્યની પ્રતિમા તરીકે લોકો પોતાની ઘરે કે ઓફિસમાં રાખતા હોય છે જેથી તેમની આસપાસ સકારત્મક વાતાવરણ બની રહે. તમે આવી લાફિંગ બુદ્ધની પ્રતિમા ઘણા ઘરો કે દુકાનોમાં જોઈ હશે અથવા કદાચ તમારા ઘરમાં પણ ગોળમટોળ લાફિંગ બુદ્ધની મૂર્તિ હશે. લાફિંગ બુદ્ધની પ્રતિમા સારા નસીબ અને સમૃદ્ધિ સાથે પણ સંકળાયેલી છે. પરંતુ શું તમે જાણો છો કે લાફિંગ બુદ્ધ કોણ હતા અને શા માટે તેઓ હંમેશા હસતા રહે છે?
લાફિંગ બુદ્ધના હાસ્યનું રહસ્ય
લાફિંગ બુદ્ધ લોકોને હસાવવા અને લોકોને ખુશ કરવા એ જ તેમના જીવનનો એકમાત્ર હેતુ હતો. ચીનમાં, લોકો લાફિંગ બુદ્ધને ભગવાન તરીકે પૂજે છે. ફેંગશુઈ અનુસાર જ્યાં પણ તેમની મૂર્તિ રહે છે ત્યાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વહે છે. ભારતીય સભ્યતામાં ભગવાન કુબેરનું જે સ્થાન છે તે જ સ્થાન ચીનમાં લાફિંગ બુદ્ધનું છે. તેમને ચીનમાં ધનના દેવતા માનવામાં આવે છે. આથી જ તેમની નજીક હંમેશા પોટલી જોવા મળે છે.
લાફિંગ બુદ્ધની વાર્તા
ચાઇનીઝ સભ્યતા પ્રમાણે, લાફિંગ બુદ્ધ એ મહાત્મા બુદ્ધના ઘણા બધા શિષ્યોમાંના એક હતા. તેમનું નામ હોતેઈ હતું અને તેઓ જાપાનના વતની હતા.એવું કહેવાય છે કે જ્યારે હોતેઈ બુદ્ધ બન્યા અને તેમને જ્યારે આત્મજ્ઞાન થયું ત્યારે તેઓ જોર જોરથી હસવા લાગ્યા હતા. આ ઘટના પછી હોતેઈ જ્યાં પણ જાય ત્યાં તેઓ લોકોને ખુબ હસાવીને ખુશ કરતા હતા. તેમણે લોકોને હસાવવા અને ખુશ રાખવા તેને જ પોતાનો જીવનનો ઉદ્દેશ્ય માન્યો હતો. આ રીતે તેમનુું નામ લાફિંગ બુદ્ધ પડ્યું હતું.
લાફિંગ બુદ્ધને ચાઈનીઝ સભ્યતામાં દેવતા તરીકે પૂજવામાં આવે છે. ત્યાં લાફિંગ બુદ્ધને લોકો પુતાઈ કહે છે. જોકે, તેઓ એક એવા ભિક્ષુક હતા જે હસવું-હસાવવુું, હરવું-ફરવું અને મોજ-મસ્તીમાં રહેતા હતા. તેઓ પોતાના મોટા પેટ, વિશાળકાય શરીર અને ગોળ-મટોળ સ્વરુપથી લોકોને ખૂબ હસાવતા હતા. આ રીતે તે બાળકોની વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય હતા. આમ, તેમના હસાવવાના જીવનકાર્યને લીધે લોકો લાફિંગ બુદ્ધની પ્રતિમા પોતાની આસપાસ રાખતા હોય છે. તો આજના વિશ્વ હાસ્ય દિવસે આપ પણ લાફિંગ બુદ્ધની જેમ હસો એને લોકોને હસાવતો રહો. હેપ્પી વર્લ્ડ લાફ્ટર ડે.
આ પણ વાંચો:VIDEO: બાળકે એવી કમાલ કરી કે એ જોઈને શિક્ષિકા પણ હસવું રોકી ન શક્યાં