અમદાવાદની રેસ્ટોરન્ટમાંથી વેજને બદલે નોનવેજ સેન્ડવિચની ડિલિવરી થઈ
- યુવતીને ચિકન સેન્ડવિચ આપવામાં આવી હતી
- યુવતીએ AMC ફુડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી
- AMCએ થલતેજના VRLY વેન્ચર્સને પાંચ હજારનો દંડ કર્યો
અમદાવાદની રેસ્ટોરન્ટમાંથી વેજને બદલે નોનવેજ સેન્ડવિચની ડિલિવરી થઈ છે. જેમાં ઘાટલોડિયાની યુવતીએ પનીર ટિક્કા સેન્ડવિચ મગાવી હતી. તેમાં ફરિયાદ કરી તો AMCએ થલતેજના VRLY વેન્ચર્સને પાંચ હજારનો દંડ કર્યો હતો. નોનવેજ સેન્ડવિચ ડિલિવરી કરવા બદલ યુવતીએ AMC ફુડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: સેક્સને રમત તરીકે ગણનાર સ્વીડ પહેલો દેશ? જાણો શું છે વિગત
યુવતીએ AMC ફુડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતીએ અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી યુવતીએ પનીર ટિક્કા સેન્ડવિચ ઓર્ડર કરી જેની સામે ચિકન સેન્ડવિચ આપવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ પ્રકારે વેજ સેન્ડવિચનો ઓર્ડર કરાયા પછી નોનવેજ સેન્ડવિચ ડિલિવરી કરવા બદલ આ યુવતીએ AMC ફુડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી છે અને પોતાનો ધર્મભ્રષ્ટ થયો હોવાનું કહી રૂ. 50 લાખનું વળતર ચૂકવવાની અને રેસ્ટોરન્ટ સામે કડક પગલાં લે તેવી પણ માગણી કરી છે.
યુવતીને ચિકન સેન્ડવિચ આપવામાં આવી હતી
AMC ફુડ વિભાગ દ્વારા VRLY, વેન્ચર્સ પ્રા. લિ, થલતેજને નોટિસ ફટકારીને રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ યુવતીએ જ્યારે સેન્ડવિચ ખાધી ત્યારે તેને ખબર પડી કે, આ નોનવેજ સેન્ડવીચ આપવામાં આવી છે. AMC ફુડ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે હેલ્થ- ફૂડ વિભાગની ટીમને મોકલાઈ છે અને તપાસ કરાશે. નિરાલી પરમાર નામની યુવતીએ AMCના ઉત્તર- પશ્ચીમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફ્સિરને લેખિત ફરિયાદ કરી છે કે, વેજિટેરિયન ફુડ ઝોમેટો એપ્લિકેશન પરથી ઓર્ડર કર્યો હતો, પરંતુ તેને નોનવેજ ફુડ આપવામાં આવ્યું છે. તા. 3 મેના રોજ આ યુવતી પોતાની સાયન્સ સિટી ખાતેની ઓફ્સિે હાજર હતી, ત્યારે તેણે પીક અપ મિલ્સ બાય ટેરા નામની ફુડ ચેનમાંથી પનીર ટિક્કા સેન્ડવીચ ઓર્ડર કરી હતી. જેની સામે યુવતીને ચિકન સેન્ડવિચ આપવામાં આવી હતી.