ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલામાં એક જવાન શહીદ

Text To Speech

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 05 મે 2024: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પુલવામા જેવો આતંકી હુમલો થયો છે. શનિવારે સાંજે આતંકીઓએ એરફોર્સના એક વાહન પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે. ભારતીય વાયુસેનાના પાંચ ઘાયલ સૈનિકોમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અન્ય એક જવાનની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. બાકીના ત્રણ જવાનોની હાલત સ્થિર છે. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તારમાં 25 મેના રોજ મતદાન થવાના ત્રણ અઠવાડિયા પહેલા આ ઘટના બની છે.

મળતી માહિતી મુજબ, સાંજે ભારતીય વાયુસેનાનું એક વાહન પૂંચના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ જઈ રહ્યું હતું. રસ્તા પર આતંકવાદીઓ વાહનોને નિશાન બનાવવા પર બેઠા હતા અને વાહન ત્યાંથી પસાર થતાં જ ગોળીબાર શરૂ કર્યો હતો.  હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ હુમલાની માહિતી મળતાં જ સેના અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

સેનાએ નિવેદન બહાર પાડ્યું

સેના તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં શાહસિતાર પાસે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહન કાફલા પર હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં ઘાયલ ભારતીય વાયુસેનાના પાંચ સૈનિકોમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, અન્ય એક સૈનિકની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે જ્યારે બાકીના ત્રણની હાલત સ્થિર છે. સુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું કે હાલમાં સ્થાનિક સૈન્ય એકમો દ્વારા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાફલાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એરફોર્સના વાહનો પર ફાયરિંગ, 5 જવાન ઘાયલ

Back to top button