ઇન્સ્ટાગ્રામમાં આવ્યું જોરદાર ફીચર્સ, તમે હવે તમારા ફોલોઅર્સ સાથે શેર કરી શકશો સિક્રેટ સ્ટોરી
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ યુવાનોમાં ખૂબ જ છે લોકપ્રિય
- મેટાએ ઇન્સ્ટાગ્રામમાં ઉમેર્યા નવા ફીચર્સ
HD ન્યૂઝ ડેસ્ક, 4 મે: ઇન્સ્ટાગ્રામની ગણતરી આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સમાં થઈ રહી છે. ખાસ કરીને યુવાનોમાં આ એપ્લિકેશન ખૂબ જ લોકપ્રિય છે. જો તમે પણ તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ઇન્સ્ટાગ્રામએ તેના વપરાશકર્તાઓને નવો અનુભવ આપવા માટે સ્ટોરી વિભાગમાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે.
ઇન્સ્ટાગ્રામમાં આવ્યા દમદાર ફીચર્સ
ઇન્સ્ટાગ્રામ એક શોર્ટ વીડિયો મેકિંગ એપ છે. લોકો તેમાં શોર્ટ વીડિયો તેમજ ફોટો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપ સ્ટેટસની જેમ સ્ટોરી સેક્શન જોવા મળે છે. સ્ટોરી વિભાગમાં પહેલાથી જ ઘણી ઉપયોગી સુવિધાઓ હતી, પરંતુ હવે કંપનીએ આમાં Reveal, Add Yours Music, Frames અને Cutouts જેવી કેટલીક ધમાકેદાર ફીચર્સ ઉમેર્યા છે.
Reveal ફીચર્સ ખૂબ જ ઉપયોગી
ઇન્સ્ટાગ્રામના નવા ફીચર્સ સાથે તમે હવે તમારી સ્ટોરીને પહેલા કરતા વધુ ક્રિએટિવ બનાવી શકશો. Reveal ફીચર્સ દ્વારા તમે તમારા ફોલોઅર્સ માટે એક સિક્રેટ સ્ટોરી પોસ્ટ કરી શકો છો. ત્યાર બાદ જે યુઝર્સ તેના પર DM કરશે તે જ આ સ્ટોરી જોઈ શકશે.
કેવી રીતે કરશો આ ફીચર્સનો ઉપયોગ?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા તમારે સ્ટોરી સેક્શનમાં જઈને ફોટો અપલોડ કરવાનો રહેશે. હવે તમારે સ્ટિકર્સ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે Reveal નો વિકલ્પ જોશો. આને ટેપ કર્યા પછી, તમારો ફોટો પાછળથી ઝાંખો થઈ જશે અને તમને તે ફોટા સાથે સંબંધિત સામગ્રી ઉમેરવા માટે કહેવામાં આવશે. જે ફોલોઅર્સ આ સ્ટોરીને DM કરે છે તેઓ જ તેને જોઈ શકશે.
ઇન્સ્ટાગ્રામનું Add Yours Music ફીચર
ઇન્સ્ટાગ્રામએ હવે ફોલોઅર્સને તેમની સ્ટોરીઓમાં તમારું સંગીત ઉમેરવાનું ફીચર્સ પણ ઉમેર્યું છે. તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તમારી રુચિ પ્રમાણે ગીતો શેર કરી શકો છો.
આ પણ વાંચો: હવે નંબર સેવ નહીં હોય તો પણ દેખાશે કૉલ કરનારનું નામ, જાણો કેવી રીતે