ભાજપના ધારાસભ્યે કેમ જાહેરમાં પોલીસને આપી ધમકી?
- પોલીસે નિયમનું પાલન કરવાનું કહેતાં જ ભાજપના ધારસભ્યે પોલીસ અધિકારીને જાહેરમાં ધમકી આપી
મધ્યપ્રદેશ, 3 મે: મધ્યપ્રદેશની વિદિશા લોકસભા બેઠકના ભોજપુર વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારની સમયમર્યાદા પુરી થયા પછી માઈક બંધ કરવાને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન ભાજપના ધારાસભ્યએ પોલીસ ઓફિસરને જાહેરમાં ધમકી આપી હતી. આ ઘટના ગુરુવારે (2 મે) રાત્રે બની હતી. વિદિશા સંસદીય ક્ષેત્રના ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોજપુર વિધાનસભાના મંડીદીપમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.
પ્રચારનો સમય પુરો થતાં પોલીસે માઈક બંધ કરવાનું કહ્યું…અને થયો વિવાદ
મંડીદીપ પોલીસ સ્ટેશનના અધિકારીએ ભાજપના ધારાસભ્યને પ્રચારની સમયમર્યાદા પૂરી થયા બાદ માઈક બંધ કરવાનું કહ્યું ત્યારે સ્ટેજ પર હાજર પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર પટવા ગુસ્સે થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પૂર્વ મુખ્યમંત્રી ચૌહાણ માઈક ચાલુ કરવાનું કહી રહ્યા છે, જ્યારે સુરેન્દ્ર પટવા પોલીસ ઓફિસરને ધમકી આપી રહ્યા છે. તે પોલીસ અધિકારીને બદલી કરાવવાની ધમકી આપી રહ્યા છે.
અહીં જૂઓ વીડિયો:
“ऐसी जगह फेंकवाऊंगा कि वापस नहीं आएगा,”
threatened a BJP MLA Surendra Patwa to a police officer Mahendra Singh Thakur, who tried to enforce Election model code of conduct objecting the poll campaign after 10 PM.
Former CM Shivraj Singh Chouhan also objected, “हटाओ इसको यहा से”… pic.twitter.com/XgjLpWnylh
— काश/if Kakvi (@KashifKakvi) May 3, 2024
સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપના ધારાસભ્ય પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સામે પોલીસ અધિકારીને જાહેરમાં ધમકી આપી રહ્યા છે. પોલીસ ઓફિસરની માત્ર એ જ ભૂલ હતી કે તેમણે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી, ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને આપશે ટક્કર