આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગમીડિયાવર્લ્ડ

ચાર ભારતીયો કેનેડા પોલીસની વાન નીચે કચડાયાં, જાણો શું છે ઘટના

  • કેનેડા પોલીસે ચોરને પકડવા તોડ્યો ટ્રાફિક નિયમ
  • ચોર તો ના પકડાયો પરંતુ અકસ્માતમાં 4 ભારતીયોને કેનેેડા પોલીસે કચડ્યા

ટોરન્ટો, 3 મે: કેનેડામાં દુકાન લૂંટીને ભાગી રહેલા ચોરને પકડવા પોલીસે ચોરનો પીછો કર્યો હતો, પરંતુ ચોર ફિલ્મી સ્ટાઈલમાં પોલીસને ચકમો આપી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને પકડવા માટે સામેથી (રોંગ સાઈડ) તેમનું વાહન હંકારી લીધું હતું તેમ છતાં કેનેડા પોલીસ ચોરને પકડી શકી નહીં. આ દરમિયાન યમરાજ પણ ચોરને પકડવામાં મદદ કરવા રસ્તા પર આવી ગયા. પોલીસની રોંગ સાઈડમાં હોવાથી અનેક વાહનો સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં ચોર ઉપરાંત કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત 5 લોકોના મૃત્યુ થયા છે.

કેનેડા પોલીસે ટ્રાફિક નિયમ તોડતા થયો અકસ્માત

ચોરને પકડવાના ચક્કરમાં કેનેડા પોલીસે પોતાની ગાડી રોંગ સાઈડમાં ચલાવી અને અકસ્માત સર્જાયો હતો. દારુની દુકાનમાંથી ચોરી કરીને ચોર ભાગી રહ્યો હતો, ત્યારે પોલીસ આ ચોરનો પીછો કર્યો હતો. ચોર ન પકડાતા પોલીસે ગાડી રોંગ સાઈડમાં ચલાવી ચોર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. રોંગ સાઈડમાં પોલીસની કારે હાઈવે પર અકસ્માત સર્જ્યો અને ચાર ભારતીયો સહિત પાંચના મૃત્યુ થયા હતા. હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન થયું હતું.

ઑન્ટારિયો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે (SIU) જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક 60 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે જેઓ ભારતથી આવ્યાં હતાં. જોકે, મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

અકસ્માતમાં 3 મહિનાના બાળકનું પણ થયું મૃત્યુ

SIUએ કહ્યું કે દંપતીના ત્રણ મહિનાના પૌત્રનું પણ આ અકસ્માતમાં દુ:ખદ મૃત્યુ થયું હતું. સોમવારે થયેલા અકસ્માત બાદ હાઇવે 401 ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બાળકના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતા જેઓ અકસ્માતમાં સામેલ એક વાહનમાં મુસાફરી કરી રહ્યાં હતાં, તેઓને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. SIUએ જણાવ્યું કે માતાની હાલત નાજુક છે. લૂંટને અંજામ આપનાર 21 વર્ષીય સંદિગ્ધનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા છ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પહાડી વિસ્તારમાંથી જતી બસ પડી નાળામાં: 20 મુસાફરનાં મૃત્યુ

Back to top button