આયુષ્માન કાર્ડનો ગેરલાભ ઉઠાવ્યોઃ આઠ મહિનામાં રાજકોટના ડોક્ટરે અઢી કરોડ રૂપિયા પડાવ્યા
રાજકોટ, 3 મે 2024, કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ કાર્ડ હેઠળ નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. ત્યારે રાજકોટમાં બાળકોનાં રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કૌભાંડ આચરાયું હતું. શહેરના લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબિકેર હોસ્પિટલ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી.
ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબિકેર હોસ્પિટલ દ્વારા બાળકોનાં રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્યમાન કૌભાંડ આચરવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા નાના બાળકોનાં નોર્મલ રિપોર્ટ બદલી નાંખવામાં આવતા હતા. બાળકોનાં રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલાતા હતા. મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવતી હતી. બાળકો સ્વસ્થ હોવા છતાં બિમાર હોવાનાં રિપોર્ટ બનાવી દાખલ રાખવામાં આવતા હતા.હોસ્પિટલનાં તબીબ ર્ડા. હિરેન મશરૂએ 8 મહિનામાં 523 દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવી 2.35 કરોડનું કૌભાંડ આચર્યું હતું.
મારી પાસે તમામ કાગળો છે હું રજૂ કરી શકું છુંઃ ડોક્ટર
આ મુદ્દે નિહિત બેબિકેર હોસ્પિટલના ર્ડા. હિરેન મશરૂએ મીડિયાને જણાવ્યું હતું કે, તમામ દર્દીઓને ડેટા વેરીફીકેશન કરી શકો છે. મારી પાસે કોમ્પ્યુટરમાં તમામ દર્દીઓનો ડેટા છે. રિપોર્ટમાં ફેરફાર બાબતે જે વાત કરવામાં આવી છે. જે પૈસા અમને મળે છે તે રિપોર્ટ પર નથી આપતા દર્દીની સારવાર પર મળે છે. ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટને અત્યારે તકલીફ વધારે છે તો તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે અથવા તો દર્દીને સિવિલમાં મોકલવામાં આવે છે. બે કરોડની સામે અમારે દોઢ થી પોણા બે કરોડ તો ખર્ચ આવેલ છે.બ્લેક મેઈલ કરનાર વ્યક્તિ રવિ સોલંકી છે. તેમજ તેણે અમારી પાસેથી પેમેન્ટ માંગ્યું હતું. જે બાબતે અમે કહ્યું હતું કે બ્લેક મેઈલ સામે અમે નથી ઝુકવાના. તેણે કહ્યું હતું કે, અમે આ બધી વસ્તુ મીડિયામાં જાહેર કરી દઈશું.
આ પણ વાંચોઃગુજરાતના આ વિસ્તારમાં 4 દિવસ હિટવેવની આગાહી