ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

GTPL અને Virtual Heights સાથે મળીને ફર્સ્ટ ટાઈમ વોટરો માટે લોન્ચ કર્યું ઈલેક્શન મેટાવર્સ

Text To Speech
  • મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સ લોન્ચ કરાયું 
  • ગુજરાતના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો મેટાવર્સ થકી કરશે વોટીંગ પ્રોસેનો ઝાત અનુભવ સમગ્ર જાત અનુભવ

HD ન્યુઝ ડેસ્ક, 3 મે: 07 મે ના રોજ લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પણ મતદાન થશે જેમાં રાજ્યના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે.પહેલી વાર વોટ કરનારા મતદારો સહિતના અન્ય મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગૃપ GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના હસ્તે આ ઈલેક્શન મેટાવર્સનું CEO કચેરી ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

રાજ્યના પ્રથમ વખતના મતદાતાઓ માટે ડેવલપ કરાયું ઈલેકશન મેટાવર્સ

લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘણા મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે જ મતદારો સરળથાથી મતદાન કરી શકે તે માટે રાજયનું ખાનગી મીડિાય ગ્રુપ GTPL અને Virtual Heights સાથે મળીને એક નવી પહેલ કરી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં આશરે 13 લાખથી વધારે એવા લોકો જે પહેલી વાર વોટ આપશે. આમ પહેલી વાર વોટ કરનારા અને અન્ય મતદારો કે જેઓ મતદાનની પુરી પ્રોસેસથી અવગત નથી તે લોકોને મતદાનને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. તેને ધ્યાને લઈને મતદાન પ્રક્રિયાનો Virtual Reality દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય ચૂંટણઈ અધિકારીની કચેરી ખાતે GTPL અને Virtual Heights દ્વારા ડેવલપ કરાયેલું ઈલેક્શન મેટાવર્સ લોન્ચ કરાયું હતું.

વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ટેક્નોલોજીની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈલ મોબાઈલમાં  મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી માંડીને મતદાન કરવા સુધીની પુરી પ્રોસેસનો જાતે અનુભવ કરી શકશે. અહીં આપેલી લિંક https://learn2vote.ceogujaratgov.com/ પર ક્લિક કરી ઈલેક્શન મેટાવર્સનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાચો:7મીએ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર યોજાશે મતદાન, જાણો વિગતે

Back to top button