ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરૂ

Text To Speech
  • RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય
  • પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા બાદ કુલ 8,563 બેઠકો ખાલી
  • આજથી 8મી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે

ગુજરાતમાં RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં ખાલી પડેલી 8,563 બેઠકો માટે આજથી પુનઃશાળા પસંદગી શરૂ છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેવા જ વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. તેમજ આજથી 8મી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રિવરફ્રન્ટ, જાણો AMCને કેટલી થઇ આવક 

RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય

RTE અંતર્ગત ખાનગી શાળાઓની 45,170 બેઠકો સામે કુલ 1,72,675 ફોર્મ માન્ય રહ્યા હતા. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે 5,191 જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. પ્રથમ રાઉન્ડના અંતે 5,191 બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ 39,979 વિદ્યાર્થીઓ પૈકી 36,607 વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા હતા. જ્યારે 3,372 બેઠકો ખાલી પડી હતી.

RTEના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે

પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કર્ન્ફ્મ કરાવ્યા બાદ કુલ 8,563 બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરાઈ છે. અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 3 મે, 2024થી 8 મે, 2024 સુધીમાં RTEના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુનઃ પસંદગીનાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.

Back to top button