અમિત શાહ બાદ હવે CM યોગીનો ડીપફેક વીડિયો વાયરલ, STFએ યુવકની કરી ધરપકડ
નોઈડા (ઉત્તર પ્રદેશ), 02 એપ્રિલ: લોકસભા ચૂંટણીની વચ્ચે ડીપફેક વીડિયોના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહના વીડિયો સાથે છેડછાડ કરીને ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યો હતો. હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનો એક ડીપફેક વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલામાં UP STFએ એક આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. 01 મેના રોજ,‘Shyam Gupta RPSU’ નામના X એકાઉન્ટમાં પર સીએમ યોગીનો ડીપફેક વીડિયો શેર કરાયો હતો. આ ડીપફેક વીડિયોમાં ‘ભાજપ હટાવો, દેશ બચાવો’. આ સિવાય વીડિયોમાં પુલવામાના બહાદુર જવાનોની પત્નીઓના મંગળસૂત્રની વાત કરવામાં આવી છે.
ડીપફેક વીડિયો પોસ્ટ કરનાર યુવકની ધરપકડ
એક્સ પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું છે કે, આ વીડિયો ફેક છે, અને સાથે આ પણ ફેક છે શું? આ સાથે આ વીડિયો સીએમ યોગી, યુપી બીજેપી અને CMOને પણ ટેગ કરવામાં આવ્યો હતો. આ અંગે નોઈડા SPએ કહ્યું કે યુપી STFએ મામલે સાયબર ક્રાઈમ હેઠળ કેસ નોંધ્યો છે. આ ઉપરાંત, X પર આ ડીપફેક વીડિયો પોસ્ટ કરનાર નોઈડાના શ્યામ ગુપ્તાની ધરપકડ કરાઈ છે. વીડિયોની તપાસમાં સામે આવ્યું છે કે આ ડીપફેક વીડિયો AIની મદદથી બનાવવામાં આવ્યો છે.
અમિત શાહ કેસમાં તેલંગાણાના CMના પૂછપરછ કરાઈ
થોડા દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહના વીડિયો સાથે છેડછાડનો મામલો સામે આવ્યો હતો. જે અંગે દિલ્હી પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે આ મામલે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની પણ પૂછપરછ કરી છે. જ્યારે દિલ્હી પોલીસ દ્વારા દેશના અન્ય ઘણા નેતાઓની પૂછપરછ માટે નોટિસ જારી કરવામાં આવી છે. અમિત શાહના ડીપફેક વીડિયો વિશે વાત કરતા તેમણે તેલંગાણામાં એક રેલીમાં અનામતની વાત કરી હતી. આ પહેલા પણ બોલિવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંધાનાના વીડિયો સાથે છેડછાડ કરાઈ હતી.
આ પણ વાંચો: અમિત શાહનો વીડિયો એડિટ કરનાર એક AAPનો કાર્યકર્તા બીજો MLA મેવાણીનો PA નીકળ્યો