Vivoનો V30e ભારતમાં લૉન્ચ થયો, જાણો ફીચર અને કિમત
HD ન્યુઝ ડેસ્ક, 2 મે: Vivo સ્માર્ટફોન કંપનીએ V સીરીઝમાં એક નવો સ્માર્ટફોન Vivo V30e એડ કર્યો છે. ભારતમાં ગયા વર્ષે લોન્ચ થયેલો Vivo V29e એક સફળ સ્માર્ટફોન સાબિત થયો હતો. આ જ સીરીઝને આગળ વધારતા કંપનીએ ભારતમાં આજે એક નવો સ્માર્ટફોન Vivo V30e લોન્ચ કર્યો છે જે કેટલીક હાઇલાઇટ્સ Qualcomm Snapdragon 6 Gen, AMOLED ડિસ્પ્લે, 5500mAh અને વિવિધ ફિચર્સનો સમાવેશ થાય છે. તો જાણો Vivo V30e વિશે.
Vivo V30e ભારતની કિંમત અને ઉપલબ્ધતા
Vivo V30eમાં સિલ્ક બ્લુ અને વેલ્વેટ રેડ એમ બે કલર ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. કંપની દ્વારા આ સ્માર્ટફોન સ્ટોરેજ વાઈઝ બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે, 8GB+128GB અને 8GB+256GB. આ સ્માર્ટફોનના બેઝ 8GB+128GB વેરિઅન્ટની કિંમત 27,999 રુપિયા છે જ્યારે સ્પેશિયલ 8GB+256GB વેરિઅન્ટ ની 29,999રુપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન Flipkart અને Vivo India ની ઓફિશિયલ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સિવાય જેને આ સ્માર્ટફોન પસંદ આવ્યો તે લોકો HDFC અને SBI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વડે 3000 રુપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ઉપરાંત, Vivo તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા સ્માર્ટફોનની ખરીદી પર 4,000 રુપિયાની એક્સચેન્જ બોનસ પણ ઓફર કરી રહી છે.
Vivo V30e સ્પેશિફિકેશન્સ
Vivo V30e 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે Qualcomm Snapdragon 6 Gen 1 દ્વારા સંચાલિત છે. આ સ્માર્ટફોન Android 14 પર આધારિત Funtouch OS 14 પર રન કરે છે. તેમાં 2400 × 1080 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. ફ્રન્ટ કેમેરા પર, ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં ઓટોફોકસ અને OIS સાથે 50MP મેઈન કેમેરા અને 8MP વાઇડ-એંગલ કેમેરાનો સમાવેશ થાય છે. સાથે તે સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 50MP ફ્રન્ટ કેમેરા પણ ધરાવે છે. સ્માર્ટફોનમાં 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5500mAh બેટરી મળે છે. સ્માર્ટફોનની અન્ય વિશેષતાઓમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, બ્લૂટૂથ 5.1, યુએસબી 2.0, ટાઇપ-સી અને વધુનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Samsung Galaxy S23 FE પર 21 હજારના ડિસ્કાઉન્ટની ઑફર! જાણો વિગતો