ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડ

આને પિતા કહેવાય કે કસાઈ? 6 વર્ષના પુત્રને ટ્રેડમિલ પર દોડાવ્યો તો ખરો પણઃ જૂઓ વીડિયો

  • અમેરિકામાં એક પિતાના જુસ્સાએ પોતાના જ માસૂમ પુત્રનો લીધો જીવ
  • શરીર ઘટાડવા એક પિતાએ તેના 6 વર્ષના પુત્રને ટ્રેડમિલ પર દોડવા કર્યું દબાણ
  • ટ્રેડમિલ પર દોડવાથી બાળકનું થયું મૃત્યુ

વોશિંગ્ટન, 2 મે: અમેરિકામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પિતાએ પોતાના 6 વર્ષના પુત્રને શરીર ઘટાડવાના પ્રયાસમાં કલાકો સુધી ટ્રેડમિલ પર દોડાવ્યો હતો. ઘણી વખત આ બાળક ટ્રેડમિલ પર પડતું રહ્યું, તેમ છતાં તેના પિતા તેને ટ્રેડમિલ પર દોડવા માટે દબાણ કરતા રહ્યા. ટ્રેડમિલ પર ઘણી વખત પડી જવાથી તેના હૃદય અને લીવરને ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત શ્વાસની ગતિ પણ અનિયંત્રિત રહી હતી. બાદમાં આ કારણોસર બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર મુજબ, આરોપી પિતા તેના પુત્રને માત્ર એટલા માટે ટ્રેડમિલ ચલાવવા માટે દબાણ કરતો હતો કારણ કે તે જાડો હતો. કોર્ટમાં આ ઘટનાનો વીડિયો બાળકની માંએ જોયો તો તે હચમચી ગઈ.

ચોંકાવનારી ઘટનામાં બાળકના પિતા 31 વર્ષીય ક્રિસ્ટોફર ગ્રેગોર તેના 6 વર્ષના પુત્ર કોરી મિકિઓલોને ટ્રેડમિલ પર દોડવા માટે દબાણ કરતા બતાવવામાં આવ્યો છે. આરોપી પિતા અમેરિકાના ન્યુજર્સીનો રહેવાસી છે. પોતાના પુત્રને ફિટ રાખવાના ઝનૂનમાં તે પોતાની જાતને ટ્રેડમિલ ચલાવવા માટે દબાણ કરતો હતો. જો બાળક થાકી જાય તો પણ તે બાળકને ફરી ઉભા થઈને તેજ કરવાનું કહી રહ્યા હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેડમિલ પરથી બાળક લપસીને પડી ગયા પછી પણ પિતા તેની સાથે બળજબરી અને ખરાબ વર્તન કરતો જોવા મળે છે. પિતાને ખૂની જાહેર કરવા માટે જ્યારે કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે વીડિયો જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. માતા પોતાના આંસુ પર કાબુ ન રાખી શકી અને કોર્ટ રૂમમાં જ રડવા લાગી.

અહીં જૂઓ વીડિયો:

 

પિતાને આજીવન કેદ થઈ શકે

આ ઘટના વર્ષ 2021ની હોવાનું કહેવાય છે. બાળકના પિતાને મંગળવારે આ કેસમાં સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ રૂમમાં આરોપી પિતાનો એક વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો, જેમાં તે પોતાના પુત્રને ટ્રેડમિલ ચલાવવા માટે મજબૂર કરી રહ્યો હતો. વીડિયોમાં તે તેના 6 વર્ષના માસૂમ બાળક પર બળજબરી કરતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો અમેરિકાના કોલિન રગ નામના વ્યક્તિએ X પર પણ શેર કર્યો છે. કાયદાકીય નિષ્ણાતોના મતે જો આ ઘટનામાં દોષી સાબિત થશે તો આરોપી પિતાને આજીવન કેદની સજા ભોગવવી પડશે.

સુપ્રીમ કોર્ટે ઘટનાનો વીડિયો જોયો

કોર્ટમાં કેસ ગયા પછી કોર્ટમાં પિતાના ગુનાને સાબિત કરવા માટે કોર્ટમાં આ વીડિયો બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં પિતા ટ્રેડમિલ મશીનની સ્પીડ વધારતા જોવા મળ્યા હતા. બાળક વારંમવાર પડી જવા છતાં તેને ફરી ઉભુ કરીને ટ્રેડમિલ મશીન પર દોડવા માટે દબાણ કરતા જોવા મળ્યા હતા.

ટ્રેડમિલની ઝડપ વધવાથી બાળકનું મૃત્યુ

ઘટનાના વીડિયો અનુસાર, ટ્રેડમિલની સ્પીડ વધી જવાને કારણે બાળક તે સ્પીડમાં દોડી શક્યું નહીં. બાળક ટ્રેડમિલની ગતિ સાથે દોડી ન શક્યો હોવાથી વીડિયોમાં બેથી ત્રણ વખત નીચે પજતો જોવા મળે છે. પરંતુ તેના પિતા તેને ફરી ઉભો કરીને ફરીથી તેને દોડવા માટે દબાણ કરે છે, ત્યાર બાદ બાળક ટ્રેડમિલ પર દોડતો રહે છે એને અનેક વખત તે નીચે પછડાય છે. વારંવાર પડ્યા પછી પણ બાળકના પિતા તે બાળકને ટ્રેડમિલ ઉપર ફરી પાછો મુકે છે, જેના કારણે બાળકના પગ પાછળની તરફ વળે છે અને ફરી નીચે પછડાય છે.

વીડિયો જોઈને માતા કોર્ટમાં રડી પડી

કોર્ટમાં વીડિયો બતાવવામાં આવ્યો ત્યારે બાળકની માતા ત્યાં હાજર હતી, તેમણે આ વીડિયો જોય અને તે આ બધુ જોઈ રડી પડી હતી. તેમણે જોયું કે તેના પુત્રના પિતા બાળકને ટ્રેડમિલ પર દોડાવીને તેની સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા. આ બધું માત્ર એટલા માટે કે તે “ખૂબ જાડો” હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક વારંવાર નીચે પછડાવાથી બેભાન થઈ જાય છે. ઘટના બાદ તરત જ બાળકને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. દવાખાને ગયા ત્યારે બાળક સરખી રીતે બોલી પણ શકતો ન હતો. સીટી સ્કેન દરમિયાન બાળકને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. શબપરીક્ષણ અહેવાલમાં જણાવાયું છે કે “તીવ્ર એડીમા અને સેપ્સિસ સાથે હૃદય અને યકૃતમાં મંદ બળની ઇજાઓ” ને કારણે બાળકનું મૃત્યુ થયું હતું અને ટ્રેડમિલ પર અથડાવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: ચીનમાં હાઇવેનો એક ભાગ ધરાશાયી, ખાડામાં વાહનો પડતાં 36નાં મૃત્યુ

Back to top button