અમદાવાદ, 2 મે 2024, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકને કારણે યુવાનોએ જીવ ગુમાવ્યા છે.રાજકોટમાં હાર્ટએટેકના 2 કેસ અને નવસારીમાં એક કેસ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં 17 વર્ષીય સગીર અને 40 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. જયારે નવસારીમાં 34 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. તે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો. તેને સારવાર અર્થે ખસેડવામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા. મોરબીમાં ક્રિકેટ રમીને પરત ફરી રહેલા યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો.
ઈમરજન્સીમાં છેલ્લા એક વર્ષમાં 23 ટકા વધારો થયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકનાં 75 હજાર કેસ પ્રકાશમાં આવ્યાં છે. જયારે ગયા વર્ષે આ સંખ્યા 61 હજાર હતી.રાજ્યમાં હૃદયરોગ સંબંધિત ઈમરજન્સીમાં છેલ્લા એક વર્ષમાં 23 ટકા વધારો થયો છે. રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને વર્ષ 2022-23માં 61076 કૉલ મળ્યા હતા, પણ વર્ષ 2023-24માં 75390 કોલ્સ મળ્યા છે. આ કિસ્સાઓમાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગુજરાતમાં કાર્ડિયાક ઈમરજન્સીનાં કેસ સૌથી વધુ કેસ અમદાવાદમાં આવ્યા છે. જયારે બીજા સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા.
રાજકોટમાં ત્રણ વ્યક્તિઓના હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા અને ધોરણ 11માં અભ્યાસ કરતા હર્ષિલ ગોરી નામનો યુવાન ગઈકાલે રાત્રિના 10 વાગ્યે નવાગામ ખાતે પોતાના કાકાની ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ગયો હતો અને ઓફિસ બહાર ઓટા ઉપર ઉભા ઉભા પાણી પીતો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર પહેલા જ યુવાને દમ તોડી દેતા મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં રાજકોટના હનુમાનમઢી વિસ્તારમાં આવેલ શિવપરામાં રહેતા મુકેશ ફોરિયાતર એકાએક ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર કારગત નિવડે તે પહેલા દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. મોરબીના નાગડા ગામમાં રાત્રે ક્રિકેટ રમવા આવેલો યુવાન ક્રિકેટ રમીને પરત ફરતો હતો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત નીપજ્યું હતું. યુવાનને ચાલુ વાહને જ હાર્ટ અટેક આવ્યો હતો.
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ન વધે તે માટે ચેકઅપ જરૂરી
નવસારીના વિશાલનગરમાં રહેતા નરેન્દ્ર દિનેશભાઈ ઋષિ નામના 34 વર્ષીય યુવાન 30 એપ્રિલના રોજ નોકરી પરથી પોતાના ઘર બાઈક ઉપર આવતી વેળાએ ઇટાળવાં થી ગણેશસિસોદ્રા તરફ વાડા ગામના પાટીયા પાસે અચાનક છાતીમાં દુઃખી આવતા એટેક આવતા બાઇક સાથે પટકાયાની સાથે જ તેનું મોત નિપજ્યું હતું.મૃતક નરેન્દ્ર ઋષિની ઉંમર માત્ર 34 વર્ષની હોય હાર્ટ એટેક આટલી નાની વયે કેમ તે બાબતે તબીબોને ચિંતામાં મૂકી દીધા છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોવિડ થયો હોય તેવા લોકોએ હાર્ટ એટેક ન આવે તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ. તેમણે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ન વધે તે માટે નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ.
આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્યમાં પાછો આવ્યો લમ્પી વાયરસ, પશુધનમાં લક્ષણ દેખાતા ચિંતા