ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિન્દુઓને ભાગીરથી નદીમાં વહાવી દઇશું: TMC MLA હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન

  • તમે(હિન્દુ) 70 ટકા છો અને અમે 30 ટકા છીએ, છતાં પણ જો ભાગીરથીમાં અમે તમને વહાવી ન શક્યા તો હું રાજકારણ છોડી દઈશ: હુમાયુ કબીર

પશ્ચિમ બંગાળ, 2 મે: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા આવેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હકીકતમાં, ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું કે, “હિન્દુઓને ગંગામાં વહાવી દઇશું. તમે 70 ટકા છો અને અમે 30 ટકા છીએ, છતાં પણ જો ભાગીરથીમાં અમે તમને વહાવી ન શક્યા તો હું રાજકારણ છોડી દઈશ.”મહત્ત્વપૂર્ણ છે કે, હુમાયુ કબીર મુર્શિદાબાદ જિલ્લા હેઠળ આવતી ભરતપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સભ્ય પણ છે. ઉલ્લેખનીય છે કે, હુમાયુ કબીર સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તાજેતરમાં, તેમણે ટીએમસીના બહેરામપુરના ઉમેદવાર યુસુફ પઠાણ માટે પણ પ્રચાર કર્યો હતો.

 

હુમાયુ કબીરનું વિવાદાસ્પદ નિવેદન

અહેવાલો મુજબ, એક વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં TMC ધારાસભ્ય હુમાયુ કબીર એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ ચૂંટણી રેલીને સંબોધતા હુમાયુ કબીરે કહ્યું કે, “તમે લોકો (હિન્દુ) 70 ટકા છો અને અમે 30 ટકા છીએ. અહીં તમે કાઝીપાડાની મસ્જિદ તોડી પાડશો તો શું બાકીના મુસ્લિમો હાથ જોડીને બેસી રહેશે, આવું ક્યારેય નહીં થાય. હું ભાજપને એ કહેવા માંગુ છું કે આવું ક્યારેય નહીં થાય. 2 કલાકમાં ભાગીરથી નદીમાં વહાવી ન દીધા તો હું રાજકારણ છોડી દઈશ.”

યુસુફ પઠાણ ઉમેદવાર તરીકે ટિકિટ મળતા થયો હતો વિવાદ 

ઉલ્લેખનીય છે કે, અગાઉ હુમાયુ કબીર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ટીએમસી દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચવામાં આવી હતી. હકીકતમાં, પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુરથી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ પછી, પાર્ટીમાં જ વિવાદ શરૂ થયો અને TMC ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું હતું કે, જો પાર્ટી ઉમેદવાર નહીં બદલે તો તે બહેરામપુરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. કબીરે કહ્યું હતું કે,  બીજા રાજ્યમાંથી કોઈને લાવીને કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને હરાવી શકાય નહીં.

આ પણ જુઓ: 10 વર્ષમાં ગુજરાતી ચાવાળાએ દેશની ઈકોનોમીને 5 નંબર પર પહોંચાડી દીધીઃ PM મોદી

Back to top button