ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ ગ્રામ્યમાં પાછો આવ્યો લમ્પી વાયરસ, પશુધનમાં લક્ષણ દેખાતા ચિંતા

Text To Speech
  • વિરમગામ પશુ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
  • લમ્પી વાયરસ જેણે થોડા સમય પહેલા અનેક પશુધનના જીવ લીધા હતા
  • 5 પશુધનમાં લમ્પી વાયરસના લક્ષણ દેખાતા ચિંતા વધી

અમદાવાદ ગ્રામ્યમાં પાછો લમ્પી વાયરસ આવ્યો છે. જેમાં પશુધનમાં લક્ષણ દેખાતા ચિંતા વધી છે. તેમાં અમદાવાદ ગ્રામ્યમાં લમ્પી વાયરસનો કેસ નોંધાયો છે. વિરમગામના વસવેલીયા ગામે લમ્પીને કેસ નોંધાયો છે. તેમાં 5 પશુધનમાં લમ્પી વાયરસના લક્ષણ દેખાતા ચિંતા વધી છે.

આ પણ વાંચો: જામનગર: જામસાહેબે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, જાણો કેમ!

લમ્પી વાયરસ જેણે થોડા સમય પહેલા અનેક પશુધનના જીવ લીધા હતા

પશુપાલકો માટે છેલ્લા કેટલાય સમયથી માથાનો દુખાવો બની ગયેલો રોગ એટલે કે લમ્પી વાયરસ જેણે થોડા સમય પહેલા અનેક પશુધનના જીવ લીધા હતા. આ લમ્પી વાયરસે ફરી એકવાર દેખાદેતાં પશુપાલકો અને પશુ ચિકિત્સકોમાં ખળભળાટ ફેલાયો છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકવાર ફરી લમ્પી વાયરસના કેસો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એવા વિરમગામ તાલુકાના કેટલાંક ગામોમાં પશુધનમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.

વિરમગામ પશુ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

વિરમગામ તાલુકાના વસવેલીયા ગામમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસો સામે આવ્યા છે જેણે લઈને પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે વસવેલીયા ગામમાં 3 ગાય અને 2 વાછરડામાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. લાંબા સમય બાદ વિરમગામ પંથકમા પશુઓમા લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ચિંતા ફેલાઇ છે. તો, લમ્પીના કેસો સામે આવતા વિરમગામ પશુ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button