ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગર: જામસાહેબે રાહુલ ગાંધીને લખ્યો પત્ર, જાણો કેમ!

Text To Speech
  • રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુજરાતના રાજવી પરિવારોમાં ભારે નારાજગી
  • રાજવી પરિવારોએ રાહુલ ગાંધીના જ્ઞાન પર સવાલો ઉઠાવ્યા
  • વિવાદ અંગે પણ જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રતિક્રિયા આપી

જામનગરમાં જામસાહેબે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં જામ રણજીના સમયમાં બનેલી ઘટનાને લઇ પત્ર લખ્યો છે. રાજાશાહીના સમયમાં થતી કામગીરી મુદ્દે પત્રમાં ઉલ્લેખ છે. જેમાં રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં પરિક્રમાનો કામચલાઉ બ્રિજ ધોવાયો, ભક્તોમાં નારાજગી ફેલાઇ

રાજકીય નેતાઓ દ્વારા બેફામ નિવેદનો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પ્રચાર કરી રહેલા રાજકીય નેતાઓ દ્વારા બેફામ નિવેદનો પણ આપવામાં આવે છે. કોઈ સામાન્ય નેતા કે કોઈ સામાન્ય કાર્યકર વિવાદાસ્પદ નિવેદન આપે પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલ નિવેદનને લઈને વિવાદ ઊભો થયો હતો. ત્યારે, જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે.

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુજરાતના રાજવી પરિવારોમાં ભારે નારાજગી

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈને ગુજરાતના રાજવી પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. દેશના રજવાડાઓને લઈને કરવામાં આવેલ નિવેદનને લઈને મોટાભાગના રાજવી પરિવારોએ રાહુલ ગાંધીના જ્ઞાન પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે, જામનગરના જામસાહેબ દ્વારા રાહુલ ગાંધીના જ્ઞાનમાં વધારો થાય અને તેઓ ફરી ક્યારેય રજવાડાઓને લઈને આજ્ઞાનતા પ્રેરિત નિવેદન ન આપે તે માટે પત્ર લખ્યો છે.

વીડિયો વાઈરલ થતા સર્જાયેલા વિવાદ અંગે પણ જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રતિક્રિયા આપી

જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીને પત્ર લખીને જામ રણજીના સમયમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું છે કે રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામ હતા. વધુમાં ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ જામસાહેબ તરફથી બે પત્ર લખી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અંગે કરેલી ટીપ્પણીનો વીડિયો વાઈરલ થતા સર્જાયેલા વિવાદ અંગે પણ જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રતિક્રિયા આપી છે.

Back to top button