વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 4 શહેરોમાં જંગીસભા સંબોધન કરશે
- રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો
- આજે પણ નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર કરશે
- સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં આજે રાજ્યના 4 શહેરોમાં વડાપ્રધાન જંગી જનસભા સંબોધન કરશે. તેમાં સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે. તથા બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. તેમજ બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે. અને સાંજે 5 વાગ્યે જામનગરમાં ચૂંટણી સભા કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભયંકર ગરમી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
આજે પણ નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે પણ નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર કરશે. કુલ 4 શહેરોમાં નરેન્દ્ર મોદીની સભા છે. તેમાં સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે. તેમજ આણંદના ઉમેદવાર મિતેષ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખંભાતના ઉમેદવાર ચિરાગ પટેલ માટે પ્રચાર કરશે.
રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો
બાદમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. જેમાં સવારે 11 વાગ્યે આણંદમાં ચૂંટણી સભા સંબોધશે. તથા બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. તથા બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે. અને સાંજે 5 વાગ્યે જામનગરમાં ચૂંટણી સભા ગજવશે.