ગુજરાતમાં ભયંકર ગરમી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
- મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયો
- વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન
- કચ્છ તથા દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે. જેમાં કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 4 શહેરોમાં જંગીસભા સંબોધન કરશે
વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન
વલ્લભવિદ્યાનગરમાં 40.5, ડીસામાં 38.8 ડિગ્રી તાપમાન તથા વડોદરામાં 40, સુરતમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ વલસાડમાં 37.8, દમણમાં 35.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 39.5, નલિયામાં 38.8 ડિગ્રી તાપમાન સાથે જ કંડલા એરપોર્ટ 40.1, અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 39.9, દ્વારકામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ઓખામાં 35.6, પોરબંદરમાં 36.4 ડિગ્રી, રાજકોટમાં 40.8, વેરાવળમાં 32.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયો
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયો છે. તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર, ભાવનગર, કચ્છ તથા દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તેમજ અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન છે. વેરાવળમાં 32.8, દીવમાં 36 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 40.5, મહુવામાં 39.4 ડિગ્રી તાપમાન તથા અમરેલીમાં 41.3, કેશોદમાં 38.9 ડિગ્રી તાપમાન છે. તેમજ હીટવેવની સામે હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું. તેમજ આછા રંગના કપડા પહેરવા તેમજ માથું ઢાંકીને બહાર જવુ જોઇએ.