અયોધ્યા, 1 મે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામલલાના દર્શન કર્યા હતા. રામલલાના દર્શન કર્યા બાદ તેમણે સાંજની આરતીમાં પણ ભાગ લીધો હતો. તેણે મંદિરની અંદર ઘણો સમય વિતાવ્યો હતો. આ પહેલા તેમણે હનુમાન ગઢીના દર્શન કરવાની સાથે સરયૂ કાંઠે પહોંચીને આરતી પણ કરી હતી.
Watch: President Droupadi Murmu attends the Aarti at the ghat of River Saryu in Ayodhya pic.twitter.com/jGlUJkClHb
— IANS (@ians_india) May 1, 2024
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે અયોધ્યાધામ પહોંચ્યા અને પહેલા હનુમાનગઢીમાં દર્શન અને પૂજા કરી હતી. અહીં પૂજારી રાજુ દાસે તેમને ચાંદીની ગદા, ચાંદીનો રામ દરબાર અને ગાયની પ્રતિકૃતિ ભેટ આપી હતી. હનુમાનગઢીના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ સરયૂ ઘાટના આરતી સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહા આરતીમાં ભાગ લીધો હતો.
#WATCH | Ayodhya: President Droupadi Murmu performs aarti at Sarayu Ghat. pic.twitter.com/UEvTTXqyLo
— ANI (@ANI) May 1, 2024
સરયુ ઘાટ પર ચારેબાજુ વેદ મંત્રોના પડઘા સંભળાય છે. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આનંદી બેન પટેલ અને યુપી સરકારના મંત્રી સૂર્ય પ્રતાપ શાહી હાજર હતા. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી રાષ્ટ્રપતિ અયોધ્યા ધામ જવા રવાના થયા હતા. એરપોર્ટથી અયોધ્યા ધામ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક જગ્યાએ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
#WATCH | Ayodhya: President Droupadi Murmu performs aarti at Sarayu Ghat. pic.twitter.com/DSk56glr4C
— ANI (@ANI) May 1, 2024