ટ્રેન્ડિંગમનોરંજન

કંગનાની ‘ઈમરજન્સી’ વિવાદમાં, કૉંગ્રેસે કેમ ઉઠાવ્યો વાંધો ?

Text To Speech

અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ આ દિવસોમાં ચર્ચાનો વિષય બની રહી છે. અહેવાલો અનુસાર, કંગનાની ઈમરજન્સીને લઈને કૉંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સાથે જ પાર્ટીએ કંગના રનૌત સામે મોટી શરત મૂકી છે. એવું જાણવા મળ્યું છે કે કંગનાની આ ફિલ્મમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન 1975-77ના સમયગાળા દરમિયાન દેશમાં ઇમરજન્સીની વાર્તા બતાવવામાં આવશે.

kangana-ranaut

કંગનાની ‘ઈમરજન્સી’ વિવાદમાં

મહત્વની વાત એ છે કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ‘ઈમરજન્સી’ સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ફિલ્મ ‘ઈમરજન્સી’માં પૂર્વ PM ઈન્દિરા ગાંધીની ઈમેજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશ કોંગ્રેસે કંગના રનૌતની સામે એક શરત મૂકી છે કે તેમને પહેલા ‘ઈમરજન્સી’ ફિલ્મ બતાવવામાં આવે. આ સિવાય MP કોંગ્રેસના મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ સંગીતા શર્માએ પણ કહ્યું છે કે ‘કંગના રનૌત ભાજપની એજન્ટ છે અને સત્તાધારી પક્ષના ઈશારે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની છબી સાથે ખેલ કરવાનો પ્રયાસ કરી રહી છે.’

kangana-ranaut

‘ઈમરજન્સી’નું ટીઝર રિલીઝ

કોંગ્રેસ પર કટાક્ષ કરતા રાજ્યના બીજેપી પ્રવક્તા રાજપાલ સિંહનું માનવું છે કે ફિલ્મ ‘ઈમરજન્સી’નું ટીઝર જોયા બાદ વિરોધ પક્ષમાં હોબાળો મચી ગયો છે. કારણ કે પૂર્વ PM ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન દેશ પર ઈમરજન્સીનો કાળો ડાઘ લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં કંગના ઈન્દિરા ગાંધીના લૂકમાં જોવા મળી રહી છે.

Back to top button