ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘કોઈ તેમના નાક નીચેથી ભાગી ગયું છે અને તે ચૂપ છે…’ પ્રજ્વલ રેવન્ના અંગે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર

  • આસામના મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને માત્ર પોતાના હિતની ચિંતા છેઃ પ્રિયંકા ગાંધી
  • ભાજપ માત્ર 10 વર્ષમાં વિશ્વની સૌથી ધનિક પાર્ટી બની: પ્રિયંકા ગાંધી

આસામ, 1 મે: લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપના સહયોગી જેડીએસના વર્તમાન ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસ ચૂંટણી રેલીમાં આ મુદ્દા દ્વારા ભાજપ પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આસામના ધુબરીમાં એક રેલીને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે મોદી સરકારે પ્રજ્વલ રેવન્નાને ભારત છોડતા રોક્યા નથી.

 

આ તેમના નાક નીચે થયું છે અને તેઓ ચૂપ છે: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, “થોડા દિવસો પહેલા જ હું મારી પુત્રીને મળવા વિદેશ ગઈ હતી. ત્યારબાદ વડાપ્રધાન અને ગૃહમંત્રીએ મારી વિદેશ યાત્રાઓ અંગે ચર્ચા કરવાની શરુ કરી હતી. તેઓ ખુબજ સારી રીતે જાણે છે કે હું ક્યારે યાત્રા કરુ છું, તેમનું તો ત્યાં પણ ધ્યાન હોય છે કે વિપક્ષના નેતાઓ ક્યાં કયાં ફરે છે. તેમ છતાં કોઈ આરોપી (પ્રજ્વલ) જેવા દેશ છોડે છે ત્યારે તેમને ખબર પણ નથી હોતી. આને કોઈ કેવી રીતે સ્વીકારે? આટલો ગંભીર ગુનો કર્યા બાદ પણ જો કોઈ તેમના નાક નીચેથી ભાગી ગયા છે અને તે ચૂપ છે.

પ્રજ્વલ રેવન્ના પર લાગેલા આરોપ સામે વિશેષ તપાસ ટીમની રચના

પ્રજ્વલ રેવન્ના પર સેંકડો મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. કર્ણાટક પોલીસે ગંભીર આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે.

કોંગ્રેસ નેતાએ સીએમ હિમંત પર કર્યો કટાક્ષ

પ્રિયંકા ગાંધીએ સીએમ હિમંતા પર કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે તમારા સીએમ કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે તેમના પર ગંભીર આરોપો હતા. તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ તેમના પરના તમામ આરોપો ધોવાઈ ગયા હતા. ભાજપે વોશિંગ મશીન વિકસાવ્યું છે. “

તેલંગાણામાં ભાજપ અસદુદ્દી ઓવૈસીની સાથે: પ્રિયંકા ગાંધી

તેમણે કહ્યું કે આસામમાં માફિયા શાસન ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અનેક કૌભાંડોમાં સંડોવાયેલા છે. તેમણે વધુમાં કહ્યું કે, IUDFના હિમંત સરમા અને બદરુદ્દીન અજમલ સાથે કરાર છે. જ્યારે તેલંગાણામાં ભાજપ અસદુદ્દીન ઓવૈસીની સાથે છે. આ બંનેના ઉદ્દેશ્યને કોંગ્રેસ હરાવશે.

પીએમ મોદી સામાન્ય લોકોની વાસ્તવિકતાથી ઘણા દૂર છેઃ કોંગ્રેસ

કોંગ્રેસ નેતાએ ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “ભાજપ માત્ર 10 વર્ષમાં વિશ્વની સૌથી અમીર પાર્ટી બની, પરંતુ કોંગ્રેસ 70 વર્ષમાં આટલી કમાણી કરી શકી નથી.”

તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદી સામાન્ય લોકોની વાસ્તવિકતાથી ઘણા દૂર છે અને તેમની વેદનાને સમજતા નથી કારણ કે તેઓ અહંકારી બની ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, “વધતી બેરોજગારી આસામમાં એક મોટો મુદ્દો છે અને મુખ્ય પ્રધાન અને તેમના મંત્રીઓ ફક્ત તેમના પોતાના હિતોની ચિંતા કરે છે.”

આ પણ વાંચો: મહારાષ્ટ્રની આ હાઈપ્રોફાઈલ સીટ પર નારાયણ રાણે અને વિનાયક રાઉત વચ્ચે જામશે જંગ

Back to top button