પ્રચંડ ગરમીમાં લૂથી બચવા માટે શાસ્ત્રોમાં જણાવાયા છે આ ઉપાય
- સૂર્યની પ્રચંડ ગરમીથી રાહત મેળવવા માટે ચંદ્ર અને બુધને બળવાન રાખવો જ પડશે. જો પિતા ચંદ્ર અને પુત્ર બુધ બંને બળવાન રહેશે તો સૂર્યની ગરમી શરીરને બાહ્ય અને આંતરિક રીતે નબળું બનાવવામાં અસમર્થ રહેશે
તાપમાન વધવાની સાથે પંચતત્વોથી બનેલા શરીર પર ગરમીનો પ્રભાવ વધવા લાગે છે. પ્રચંડ ગરમીથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેના ઉપાયો જણાવાયા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ અને રાશિના સ્વામીને ધ્યાનમાં રાખીને ઉપાય કરીને ગરમીથી રાહતની સાથે સાથે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો અને લૂથી બચાવ કરી શકાય છે.
શરીરને સળગાવી દેતી ગરમીથી શરીરમાં રહેલું જળ તત્વ સુકાવા લાગે છે. ચંદ્રમા જળતત્વનો જ્યારે તેમનો પુત્ર બુધ ત્વચાનો કારક છે, લીલા રંગનું પ્રતીક છે. ત્વચામાં ચમક જળવાઈ રહે, ગરમીમાં ત્વચા સળગી ન જાય તે માટે બુધ અને ચંદ્રમાને બળવાન બનાવવા જરૂરી છે. તેનાથી વ્યક્તિને સૂર્યના કાપને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આકાશમંડળમાં અનેક ગ્રહોની સરખામણીમાં બુધ સૂર્ય કરતા સૌથી વધુ નજીક છે, તેથી સૂર્યના તાપથી બચવા માટે, ત્વચા સંબંધિત બીમારીઓથી બચવા માટે જળતત્વના નિયંત્રણ માટે બુધ ગ્રહને સશક્ત બનાવવો જોઈએ.
બુધને બળવાન બનાવવા શું કરશો?
બુધ ગ્રહને બળવાન બનાવવા માટે કાકડી ખાવ. ગરમીથી છુટકારો મેળવવા માટે જળતત્વથી ભરેલા ફળોનું સેવન કરો. ચંદ્રમા ક્ષીણ ન થાય તે માટે જળીય તત્વવાળા પીણા અને ખાદ્યપદાર્થોનું સેવન કરો. સૂર્યની પ્રચંડ ગરમીથી રાહત મેળવવા માટે ચંદ્ર અને બુધને બળવાન રાખવો જ પડશે. જો પિતા ચંદ્ર અને પુત્ર બુધ બંને બળવાન રહેશે તો સૂર્યની ગરમી શરીરને બાહ્ય અને આંતરિક રીતે નબળું બનાવવામાં અસમર્થ રહેશે.
કઈ રાશિને લાગે છે વધુ ગરમી
અગ્રિન તત્વ વાળી રાશિઓને વધુ ગરમી લાગે છે. તેમાં મેષ રાશિ, સિંહ રાશિ, ઘન રાશિનો સમાવેશ થાય છે. ત્રણેય અગ્નિ તત્વ રાશિઓ છે અને જેની જન્મકુંડળીમાં લગ્નમાં અગ્નિ તત્વ ગ્રહ બેઠેલા હોય અથવા જેના અગ્નિ તત્વના લગ્ન હોય તેની પર ગરમીનો પ્રભાવ વધુ પડે છે.
આ પણ વાંચોઃ ઉનાળામાં તમારા ડાયેટમાં સામેલ કરો મગની દાળને જે આપશે અઢળક ફાયદા